Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં મોહરમ પર્વને લઈ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:શાંતિપૂર્ણ ઉજવણી માટે કાયદો-વ્યવસ્થા જાળવવા તકેદારીના પગલાં

    1 day ago

    સુરેન્દ્રનગરમાં તાજીયા-મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગ મદદનીશ પોલીસ અધિક્ષક (એ-ડિવિઝન)ની અધ્યક્ષતામાં અને એએસપી વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પેટ્રોલિંગ દરમિયાન ટાવર ચોક, ઘાંચીવાડ, ટાંકી ચોક વિસ્તાર, જવાહર ચોક અને જેલ ચોક સહિત તાજીયા નીકળવાના સંવેદનશીલ રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું હતું. પોલીસે સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ સાધી તહેવાર દરમિયાન શાંતિ, ભાઈચારો અને કાયદાનું પાલન જાળવવા અપીલ કરી હતી. પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે મોહરમ પર્વ દરમિયાન સમગ્ર રૂટ પર સતત ચાંપતી નજર રાખવામાં આવશે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નાગરિકોને અફવાઓથી દૂર રહી પોલીસને સહકાર આપવા પણ અપીલ કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત કે ટ્રાફિક જામ થયો તો એજન્સીઓ જવાબદાર:સુરત મનપાએ ચોમાસા પૂર્વે મેટ્રો અને SITCOને આપ્યા કડક આદેશ, મેયર અને મ્યુ.કમિશનરે પ્રોજેક્ટ્સની ઝીણવટભરી સમીક્ષા કરી
    Next Article
    લાલપુરની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો:આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-1ના બાળકોને પ્રવેશ અપાયો, શૈક્ષણિક કીટનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment