Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનાર જંગલ નજીક રહેણાંક વિસ્તારમાંથી સિંહબાળનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો:શરીર પર ઇજાના નિશાન, સ્થાનિક વ્યક્તિની સંડોવણી; આરોપીને ઝડપી પાડવા પોલીસનું સર્ચ ઓપરેશન

    17 hours ago

    જૂનાગઢ શહેર નજીક ડુંગર (દક્ષિણ) રેન્જના રબારી નેસ વિસ્તારમાંથી આશરે 7થી 8 મહિનાના નર સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ત્રણ પશુચિકિત્સકોની પેનલ દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સિંહબાળના કપાળ અને પાછળના પગના ભાગે ગંભીર શારીરિક ઈજાઓ થઈ હોવાની પુષ્ટિ થઈ છે. જે તેના પર હુમલો થયો હોવાનું દર્શાવે છે. સિંહબાળના મોતમાં શંકાસ્પદ વ્યક્તિની સંડોવણી આ ઘટનામાં રબારી નેસના સ્થાનિક રહીશ બાવન પુના ચાવડા નામના વ્યક્તિની સંડોવણી હોવાની આશંકા છે. હાલમાં તે પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી ફરાર થઈ ગયો છે. વન વિભાગ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વન તંત્ર દ્વારા આ મામલે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. ​ગિરનાર નજીકના વિસ્તારોમાં વધ્યા છે સિંહોના આંટાફેરા મહત્વનું છે કે, વર્ષ 2025ની વસ્તી ગણતરી પ્રમાણે ગિરનાર જંગલમાં 54 જેટલા સિંહો હોવાનું સામે આવ્યું હતું. આ જંગલમાં વસતા સિંહો અવારનવાર શિકારની શોધમાં રેવન્યુ તેમજ રહેણાક વિસ્તારોમાં આવી ચડતા હોય છે. છેલ્લા ઘણા સમયથી ઇવનગર, વિજાપુર, ડુંગરપુર, મધુરમ વિસ્તાર, પ્લાસવા તેમજ ગિરનાર જંગલને અડીને આવેલા અન્ય વિસ્તારોમાં સિંહોની અવરજવર અને આંટાફેરા ખૂબ જ વધી ગયા છે, જેના વીડિયો પણ અનેક વખત સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા ફેલાવનારી આ ઘટનાને પગલે હવે વન વિભાગ અને પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો: જૂનાગઢમાં વાળંદ સોસાયટીના ખુલ્લા કૂવામાં ખાબકેલા સિંહબાળને ભારે જહેમત બાદ બહાર કાઢ્યું ​જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં માનવ અને વન્યજીવોના સહઅસ્તિત્વ વચ્ચે અવારનવાર સિંહો રહેણાંક વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. આવી જ એક ચોંકાવનારી ઘટના 23 જૂને વહેલી સવારે જૂનાગઢ શહેરમાં સામે આવી છે, જ્યાં એક સિંહબાળ અકસ્માતે ખુલ્લા કૂવામાં ખાબક્યું હતું. સિંહબાળ કૂવામાં પડતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    જામનગરના લતીપર પાસે બે કારની ટક્કરમાં 3નાં ઘટનાસ્થળે જ મોત:6 ગંભીર રીતે ઇજાગ્રસ્ત, તમામને જી.જી. હોસ્પિટલ ખસેડાયા
    Next Article
    8 PM Gujarati News LIVE | 8 વાગ્યાના સૌથી મોટા સમાચાર | Gujarati Samachar | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment