Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના લતીપર પાસે બે કારની ટક્કરમાં 3નાં ઘટનાસ્થળે જ મોત:6 ગંભીર રીતે ઇજાગ્રસ્ત, તમામને જી.જી. હોસ્પિટલ ખસેડાયા

    9 hours ago

    જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામ નજીક બુધવારે ગોઝારો માર્ગ અકસ્માત સર્જાતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. બે કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરને કારણે અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધ્રોલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા છ લોકોને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત બે કાર વચ્ચે સામસામે અથડામણ થતાં સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોની ઓળખ તેમજ અકસ્માત પાછળનું કારણ જાણવા તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Editor’s View : બાંગ્લાદેશ-ચીની ભાઈ-ભાઈ, ભારત એલર્ટ:તીસ્તા નદી પર ચીનનો ડોળો ને ભારતના 7 રાજ્યો જોખમમાં; 3 હજાર કલાક પછી ખામેની દફનવિધિ, મોદી ઈરાન જશે?
    Next Article
    ગિરનાર જંગલ નજીક રહેણાંક વિસ્તારમાંથી સિંહબાળનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો:શરીર પર ઇજાના નિશાન, સ્થાનિક વ્યક્તિની સંડોવણી; આરોપીને ઝડપી પાડવા પોલીસનું સર્ચ ઓપરેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment