Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતરામપુરમાં ગાયત્રી જયંતી નિમિત્તે મહાયજ્ઞ યોજાયો:ધારાસભ્ય ડૉ. કુબેર ડીંડોરે પ્રજ્ઞા હોલનું લોકાર્પણ કર્યું

    3 days ago

    ગાયત્રી જયંતીના પાવન પર્વે મહીસાગરના સંતરામપુર ખાતે પંચકુંડી મહાયજ્ઞ અને પ્રજ્ઞા હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગાયત્રી શક્તિ પીઠ ખાતે આયોજિત મહાયજ્ઞમાં ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરે આહુતિ આપી હતી. સંતરામપુરના ગાયત્રી શક્તિ પીઠ ખાતે ગાયત્રી જયંતી નિમિત્તે પંચકુંડી મહાયજ્ઞનું આયોજન થયું હતું. ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરે મહાયજ્ઞમાં આહુતિ અર્પણ કરી અને માતા ગાયત્રીની આરતીમાં સહભાગી બન્યા હતા. તેમણે પ્રદેશની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે કુમાર છાત્રાલય ખાતે નવનિર્મિત પ્રજ્ઞા હોલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ધારાસભ્ય ડૉ. ડીંડોરે શિક્ષણ અને સંસ્કારના માધ્યમથી સશક્ત સમાજના નિર્માણ માટે સૌને સંકલ્પબદ્ધ બની કાર્ય કરવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કારોબારી સભ્ય દિનેશભાઈ ડામોર, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ વળવાઈ, સામાજિક કાર્યકર ડી.કે. ગણાસવા સહિતના આગેવાનો, ગાયત્રી પરિવારના સભ્યો, ભક્તો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વઘઈમાં દિશા કમિટીની બેઠક યોજાઈ:સાંસદ ધવલ પટેલની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ
    Next Article
    જામનગરમાં બે કોચિંગ ક્લાસીસ સીલ:ફાયર NOC ન હોવાથી સોમૈયા અને સ્મિતા ક્લાસીસ સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment