Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના શખસે લગ્નની લાલચ આપી યુવતીની સગાઈ તોડાવી:આરોપીએ પોતે યુવતી સાથે સગાઈ કરીને સવા વર્ષ સુધી દુષ્કર્મ કર્યા બાદ યુવકે વકીલ મારફતે નોટિસ મોકલી

    8 hours ago

    રાજકોટ શહેરમાં લગ્નની ખોટી લાલચ આપી મહિલાઓ સાથે છેતરપિંડી અને શોષણ કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે પાડોશી પોલીસ ચોપડે વધુ એક ચોંકાવનારી ઘટના નોંધાઈ છે. એક શખસે 23 વર્ષીય યુવતીને લગ્નનો પવિત્ર વિશ્વાસ આપી તેની અગાઉ અન્ય જગ્યાએ થયેલી સગાઈ તોડાવી નાખી હતી. ત્યારબાદ પોતે યુવતી સાથે સગાઈની વિધિ કરી રાજકોટમાં અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, પોતાની હવસ સંતોષાઈ ગયા બાદ આ શખ્સે છેલ્લે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દઈ સગાઈ અને જલવિધિ તોડવા વકીલ મારફતે નોટિસ મોકલી છેતરપિંડી આચરી હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં નોકરી કરતા અવધ ગોહિલ સામે ફરિયાદ મળતી માહિતી મુજબ, રાજકોટમાં રહીને પ્રાઇવેટ નોકરી કરતી ૨૩ વર્ષીય યુવતીએ આરોપી તરીકે સોમનાથ ગીરના તાલાલાના મૂળ વતની અને હાલ ભરૂચ ખાતે રહી પ્રાઇવેટ નોકરી કરતાં 25 વર્ષના યુવાન અવધ બટુકભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીની ગંભીર ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાતોમાં ફોસલાવી અગાઉની સગાઈ તોડાવી નાખી પીડિત યુવતી ગઈ 18 ઓક્ટોબર, 2025ના રોજ આરોપી અવધ ગોહિલના સંપર્કમાં આવી હતી. આરોપીએ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની મોટી-મોટી વાતો કરી હતી. યુવકની વાતોમાં આવીને યુવતીએ પોતાની અગાઉ થયેલી સગાઈ પણ તોડી નાખી હતી. ત્યારબાદ આરોપી અવધે સામાજિક રીતિ-રિવાજ મુજબ યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. આકાશવાણી ચોક પાસેના મકાનમાં આચર્યું દુષ્કર્મ રાજકોટમાં રહેતી યુવતી સાથે ઓક્ટોબર 2025થી માર્ચ 2026 સુધીના સમયગાળા દરમિયાન આ શખ્સે અવારનવાર રાજકોટના આકાશવાણી ચોક પાસે આવેલા એક મકાનમાં લગ્નનું અલ્ટીમેટમ આપી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ બાદમાં આ શખ્સનો અસલી ચહેરો સામે આવ્યો હતો. પોતાની હવસ પૂર્ણ થતાં જ તેણે લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં યુવતી માનસિક રીતે તૂટી જાય તે માટે તેણે સગાઇ અને જલવિધિ સત્તાવાર રીતે તોડી નાખવા માટે વકીલ મારફત નોટિસ પણ મોકલાવી દીધી હતી. પોતાની સાથે લગ્નના નામે ઘોર છેતરપિંડી અને શારીરિક શોષણ થયાનું જણાતાં યુવતીએ હિંમત ભેગી કરી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એમ.એચ. ચાવડાએ ગુનો નોંધી આરોપી અવધ ગોહિલને સકંજામાં લેવા માટેની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    IITમાં પ્રવેશ મેળવનારા ગુરુકુળના વિદ્યાર્થીઓ સન્માનિત:દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું, રાષ્ટ્રની પ્રગતિ શિક્ષણ પર નિર્ભર, મોબાઈલ છોડી ગાંધી-પટેલના આદર્શો અપનાવવા આહવાન
    Next Article
    Bharat Tiwari Encounter: चाचा ने बताया ये Encounter नहीं बल्कि हत्या...

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment