Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં સિંહોની પજવણીના વીડિયો મુદ્દે વનવિભાગની કાર્યવાહી:સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરનાર બે શખ્સો સામે ગુનો નોંધાયો

    1 day ago

    અમરેલી જિલ્લામાં સિંહોની પજવણી કરતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વન વિભાગ સક્રિય બન્યું છે. ગીર પૂર્વ વન વિભાગે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે. વન વિભાગે ઇન્સ્ટાગ્રામ આઈડી 'gir_no.romiyo' અને 'gir_no_sanjay189' ની તપાસ કરી હતી. આ તપાસમાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમના ભંગના પુરાવા મળ્યા હતા, જેના આધારે આ આઈડીના સંચાલક સંજય મોરવાડિયાને નોટિસ પાઠવવામાં આવી હતી. સંજય મોરવાડિયાએ ખાંભા તુલસીશ્યામ રેન્જ કચેરીએ હાજર રહી નિવેદન આપ્યું હતું. તેણે જણાવ્યું કે, તેણે સિંહોની પજવણીના વીડિયો અન્ય આઈડીમાંથી ડાઉનલોડ કરીને અપલોડ કર્યા હતા અને તેને વીડિયોના સ્થળ કે સમયની જાણ નહોતી. જોકે, તપાસ દરમિયાન મળેલા પુરાવાઓના આધારે તેણે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળના ચાર ગુનાઓ સ્વીકાર્યા હોવાનું વન વિભાગે જણાવ્યું છે. આ કેસમાં સંડોવાયેલા અજય ચાવડાને પણ રેન્જ કચેરીએ બોલાવી નિવેદન લેવામાં આવ્યું હતું. તેણે પણ ફોટા અને વીડિયો અંગે સ્પષ્ટતા કરી ગુનાઓ સ્વીકાર્યા હોવાનું જણાવાયું છે. આથી, બંને ઇસમો વિરુદ્ધ તુલસીશ્યામ રેન્જના કોઠારિયા રાઉન્ડ હેઠળ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની કલમ 27, 29, 30, 31, 51 અને 54 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરવો, વન્યપ્રાણીઓના રહેઠાણને નુકસાન પહોંચાડવું અથવા સિંહોની પજવણી કરવી એ કાયદેસર ગુનો છે. આવા કૃત્યો વન્યપ્રાણીઓના કુદરતી વર્તનમાં ફેરફાર લાવે છે, જે પ્રાણી અને માનવ બંને માટે જોખમી સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, તુલસીશ્યામ રેન્જ દ્વારા અગાઉ 7 મે, 2026ના રોજ સિંહોની પાછળ બાઈક દોડાવતા ઇસમો વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો. તે કેસમાં આરોપીના જામીન ખાંભા કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા હતા. વન વિભાગે ચેતવણી આપી છે કે, સોશિયલ મીડિયામાં આવા ફોટા કે વીડિયો ધ્યાનમાં આવશે તો સંબંધિત વ્યક્તિઓને નોટિસ પાઠવી વધુ તપાસ માટે રેન્જ કચેરીએ બોલાવવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    CPનું જાહેરનામું, 71 રસ્તા પ્રતિબંધિત રહેશે:મહોરમની ઉજવણીને લઈને 26 જૂને સરસિયા તળાવ સહિત મુખ્ય માર્ગો પર નો-પાર્કિંગ ઝોન અને ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે
    Next Article
    17 વર્ષની સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ:બહેનપણીના પતિરાઈ ભાઈએ મિત્રતા કેળવી શારીરિક સંબંધ બાંધ્યા, પતિ-પત્ની છીએ કહીને યાદગીરી માટે વીડિયો ઉતાર્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment