Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગદાપુરાની માઁ સરસ્વતી શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ:ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ અપાયો, વૃક્ષારોપણ પણ થયું

    22 hours ago

    વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત માઁ સરસ્વતી પ્રાથમિક શાળા (સવાર), શાખા નંબર 24, ગદાપુરા ખાતે "કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - પ્રગતિનો પ્રવેશોત્સવ - 2026" ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 11ના કાઉન્સિલર ઉપેન્દ્રભાઈ પ્રજાપતિ, અર્ચનાબેન પટેલ, નિમિષાબેન શાહ, ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચિરાગભાઈ બારોટ, બાલ કલ્યાણ સમિતિના ચેરમેન મેહુલભાઈ લાખાણી, સમિતિના ભૂતપૂર્વ સભ્ય કિરણભાઈ સાલુંકે, વોર્ડ મહામંત્રી અંકિતભાઈ, સીઆરસી ઇરફાનભાઈ, SMC સભ્યો અને વાલી સભ્યો પણ હાજર રહ્યા હતા. આ પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં 18 બાળકો અને ધોરણ 1માં 6 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. CET, NMMS, CGMA જેવી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 3 થી 8માં પ્રથમ ક્રમાંકે પાસ થયેલા અને 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ આ પ્રસંગે વક્તવ્ય પણ આપ્યું હતું. શાળાના આચાર્ય દ્વારા સરકાર તરફથી મળતી સહાય, શાળાની પ્રગતિ અને ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આમંત્રિત મહેમાનોએ વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે ટ્રાફિકના નિયમો અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને અંતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રાબોડ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026 ઉજવાયો:કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો
    Next Article
    Woman linked to Bengaluru family killings arrested in Puducherry; probe on

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment