Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં ડૉ. આંબેડકર શાળામાં પ્રવેશોત્સવ યોજાયો:બાળવાટિકા અને આંગણવાડીના બાળકોનું સ્વાગત કરાયું, તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માનિત

    9 hours ago

    ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડૉ. ભીમરાવ આંબેડકર શાળા નંબર 80, વિદ્યાનગરમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોના શાળા પ્રવેશને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમની શરૂઆત ડેપ્યુટી ચેરમેન જાગૃતિબેન ગાંધી, કોર્પોરેટર પરેશભાઈ રાઠોડ, શાળાના પ્રભારી નીતિનભાઈ વેગડ, લાયઝન તરીકે સીઆરસી યુવરાજભાઈ દિયોરા અને એસએમસી અધ્યક્ષ વર્ષાબેન મુંધવાના હસ્તે દીપપ્રાગટ્યથી કરવામાં આવી. પ્રાર્થના બાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા મહેમાનોનું કુમકુમ તિલક અને પુસ્તક આપી સ્વાગત કરાયું. ઉપસ્થિત મહેમાનો દ્વારા બાળવાટિકામાં પ્રવેશ મેળવતા બાળકોનું કુમકુમ તિલક કરી કીટ અને ફુલસ્કેપ નોટબુક આપી શાળામાં સ્વાગત કરવામાં આવ્યું. આંગણવાડીમાં પ્રવેશ મેળવતા બાળકોને ગણવેશ અને ચિત્રબુક આપી આવકારવામાં આવ્યા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી રુદ્ર સોલંકી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આંગણવાડીના નાના ભૂલકાઓએ હળવી યોગક્રિયા રજૂ કરી હતી. ત્યારબાદ ડેપ્યુટી ચેરમેન જાગૃતિબેન ગાંધી, કોર્પોરેટર પરેશભાઈ રાઠોડ અને શાળાના પ્રભારી નીતિનભાઈ વેગડ દ્વારા પ્રાસંગિક વક્તવ્ય આપવામાં આવ્યું. શાળાના જ્ઞાનસેતુ પરીક્ષા, જ્ઞાનસાધના પરીક્ષા અને NMMS પરીક્ષામાં મેરિટમાં સ્થાન મેળવનાર 6 વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કીટ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આભારવિધિ શાળાના આચાર્ય સૌરભભાઈ વડેરાએ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો પ્રશાંતભાઈ પટેલ, વિપુલભાઈ ગાબાણી, નંદરામભાઈ પંડ્યા અને ભૂમિબેન વ્યાસે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજેશ એક્સપોર્ટ્સના 9 ઠેકાણાઓ પર EDના દરોડા:₹190 કરોડ વિદેશ મોકલવા અને 40% ઓછું સોનું મળવાનો આરોપ; સેબીએ માર્કેટમાંથી પ્રતિબંધિત કર્યું
    Next Article
    જ્વલનશીલ પ્રવાહીના જથ્થા સાથે સુરતના શખસની ધરપકડ:ઉમરાળામાં ગેરેજના કમ્પાઉન્ડમાંથી ગેરકાયદે જ્વલનશીલ પ્રવાહી અને ડિસ્પેન્સર યુનિટ જપ્ત, 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment