Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેપરલીક, શિક્ષણ, બેરોજગારી મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે મોરચો:"છાત્ર ગુંજ" કાર્યક્રમ દ્વારા જનઆંદોલન ઉભું કરાશે

    1 day ago

    ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિએ જિલ્લા કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. આ પરિષદમાં રાજ્યભરમાં યોજાનાર "છાત્ર ગુંજ" કાર્યક્રમને સફળ બનાવવા અને તેના દ્વારા વિદ્યાર્થીઓ તથા જનતાને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ ઉઠાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કોંગ્રેસ પ્રભારી મનહર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાનું વેપારીકરણ થઈ રહ્યું છે, જેના કારણે વાલીઓ પાસેથી શિક્ષણના નામે લૂંટ ચલાવવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, વારંવાર થતા પેપરલીક અને પરીક્ષા કૌભાંડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ "છાત્ર ગુંજ" કાર્યક્રમ હેઠળ આવા પ્રશ્નોને રાજ્યવ્યાપી સ્તરે ઉઠાવશે. પટેલે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ માત્ર વિદ્યાર્થીઓના જ નહીં, પરંતુ ખેડૂતોની સમસ્યાઓ, વધતી મોંઘવારી, બેરોજગારી, સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને રાજ્યમાં વધી રહેલા દારૂ-ડ્રગ્સના દૂષણ જેવા મુદ્દાઓ પર પણ જનઆંદોલન ઊભું કરશે. આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાના સ્થાનિક પ્રશ્નો અંગે પણ જિલ્લા અને રાજ્ય કક્ષાના કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં કાર્યક્રમો અને જનજાગૃતિ અભિયાનો યોજાશે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ કવિઠા ગામમાં ચર્ચાસ્પદ બનેલા કથિત તાલિબાની ફરમાનના મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પક્ષ પીડિત પરિવારની સાથે મક્કમપણે ઊભો છે અને તેમને ન્યાય મળે તે માટે લડત આપશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સમાજમાં કોઈ પણ વ્યક્તિ કે પરિવાર સાથે અન્યાય થાય ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા તેમની પડખે રહે છે. પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ આગામી સમયમાં વિવિધ મુદ્દાઓ પર સંગઠનાત્મક કાર્યક્રમો યોજવા અને જનસમસ્યાઓને લઈને વધુ આક્રમક ભૂમિકા અપનાવવાના સંકેતો આપ્યા હતા. આ પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ પ્રભારી મનહર પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાળા, પાલિકા સભ્ય જીગ્નેશ બ્રહ્મભટ્ટ સહિત કોંગ્રેસના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    CPનું જાહેરનામું, 71 રસ્તાઓ પર પ્રતિબંધિત રહેશે:મહોરમની ઉજવણીને લઈને 26 જૂને સરસિયા તળાવ સહિત મુખ્ય માર્ગો પર નો-પાર્કિંગ ઝોન અને ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે
    Next Article
    જંગલેશ્વર ડિમોલિશનમાં ‘કાજુ કતરી’ કોણ ઝાપટી ગયું?:ખાણીપીણીનું 27.20 લાખનું બિલ જોઈ મનપાના સ્ટેન્ડિંગ ચેરમન પણ ચોંક્યા, બેઠકમાં ગ્રીન અર્બન પોલિસી સહિત 6 દરખાસ્ત ના-મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment