Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનાર જંગલ નજીક રહેણાંક વિસ્તારમાંથી સિંહબાળનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો:શરીર પર ઇજાના નિશાન, શંકાસ્પદ વ્યક્તિની સંડોવણીને લઈ પોલીસની તપાસ

    5 days ago

    આજે જૂનાગઢ વન વિભાગના ડુંગર (દક્ષિણ) રેન્જ હેઠળ રબારી નેસ વિસ્તાર, જૂનાગઢ શહેર નજીકથી આશરે 7 થી 8 માસ વયના નર સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સિંહબાળના શરીર પર ગંભીર શારીરિક ઇજાઓ જોવા મળી છે, જેના આધારે તેના પર હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. સિંહબાળના મોતમાં શંકાસ્પદ વ્યક્તિની સંડોવણી ગિરનાર જંગલ નજીકના રહેણાંક વિસ્તારની ઘટનાને લઈ વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતીના આધારે એક શંકાસ્પદ વ્યક્તિની સંડોવણી સામે આવી છે, જે હાલમાં ફરાર છે તથા તેનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ હોવાનું જાણવા મળ્યું છે. સંબંધિત વ્યક્તિને શોધવા માટે વન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. સક્કરબાગ ઝૂમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ મૃત સિંહબાળનું પોસ્ટમોર્ટમ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ત્રણ પશુચિકિત્સકોની પેનલ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેથી મૃત્યુના ચોક્કસ કારણ અંગે વૈજ્ઞાનિક માહિતી પ્રાપ્ત થઈ શકે. પોલીસ, FSLની મદદ લેવાઈ ઘટના સ્થળે વન વિભાગ, પોલીસ વિભાગ તથા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ દ્વારા પુરાવા એકત્રિત કરવાની અને વૈજ્ઞાનિક તપાસની કાર્યવાહી ચાલુ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક પુરાવાઓ તથા તપાસ દરમિયાન પ્રાપ્ત થતી હકીકતોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ​ગિરનાર નજીકના વિસ્તારોમાં વધ્યા છે સિંહોના આંટાફેરા મહત્વનું છે કે, વર્ષ 2025ની વસ્તી ગણતરી પ્રમાણે ગિરનાર જંગલમાં 54 જેટલા સિંહો હોવાનું સામે આવ્યું હતું. આ જંગલમાં વસતા સિંહો અવારનવાર શિકારની શોધમાં રેવન્યુ તેમજ રહેણાક વિસ્તારોમાં આવી ચડતા હોય છે. છેલ્લા ઘણા સમયથી ઇવનગર, વિજાપુર, ડુંગરપુર, મધુરમ વિસ્તાર, પ્લાસવા તેમજ ગિરનાર જંગલને અડીને આવેલા અન્ય વિસ્તારોમાં સિંહોની અવરજવર અને આંટાફેરા ખૂબ જ વધી ગયા છે, જેના વીડિયો પણ અનેક વખત સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા ફેલાવનારી આ ઘટનાને પગલે હવે વન વિભાગ અને પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો: જૂનાગઢમાં વાળંદ સોસાયટીના ખુલ્લા કૂવામાં ખાબકેલા સિંહબાળને ભારે જહેમત બાદ બહાર કાઢ્યું ​જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં માનવ અને વન્યજીવોના સહઅસ્તિત્વ વચ્ચે અવારનવાર સિંહો રહેણાંક વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. આવી જ એક ચોંકાવનારી ઘટના 23 જૂને વહેલી સવારે જૂનાગઢ શહેરમાં સામે આવી છે, જ્યાં એક સિંહબાળ અકસ્માતે ખુલ્લા કૂવામાં ખાબક્યું હતું. સિંહબાળ કૂવામાં પડતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    જેતપરમાં મેગા રક્તદાન કેમ્પ યોજાયો:ખેડૂત આંદોલનને સમર્થન, નવો રેકોર્ડ બનાવવાનો દાવો
    Next Article
    Neymar Fit To Play vs Scotland? Teammate Ends Suspense On Star's Availability

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment