Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેતપરમાં મેગા રક્તદાન કેમ્પ યોજાયો:ખેડૂત આંદોલનને સમર્થન, નવો રેકોર્ડ બનાવવાનો દાવો

    5 days ago

    મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત ઉપવાસ આંદોલનના સમર્થનમાં એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. ગ્રામજનોના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં રાજકોટ, જામનગર, અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા. નિવૃત્ત શિક્ષક મનુભાઈ જકાસણિયાએ જણાવ્યું કે, રક્ત એકત્ર કરવા માટે રાજકોટ, મોરબી, અમદાવાદ અને જામનગર સહિત ગુજરાતની લગભગ 12 બ્લડ બેંકોની ટીમો કેમ્પમાં હાજર રહી હતી. આ કેમ્પને ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. આયોજકોએ જણાવ્યું કે, ઉપવાસ છાવણી ખાતે દરરોજ રાત્રે 10 હજારથી 15 હજાર લોકો હાજર રહે છે. રાત્રે 12 વાગ્યા સુધી ચાલનારા આ રક્તદાન કેમ્પમાં અગાઉના 5025 યુનિટ રક્તદાનના રેકોર્ડને તોડી નવો કીર્તિમાન સ્થાપિત કરવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામના વિપુલભાઈ ભીખુભાઈ ભંડેરીએ જણાવ્યું કે, તેઓ ભાદરા, કેશિયા સહિત 4-5 ગામોના આશરે 40-45 લોકો સાથે રક્તદાન કરવા જેતપર આવ્યા હતા. તેમણે ખેડૂત આંદોલનને સમર્થન આપવા ચોથી વખત અહીં આવી રક્તદાન દ્વારા પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ડોળીયા ઓવરબ્રિજ પર મોટું ગાબડું:તાત્કાલિક સમારકામ શરૂ કરાયું, વાહનવ્યવહાર એક લેન પર ડાયવર્ટ
    Next Article
    ગિરનાર જંગલ નજીક રહેણાંક વિસ્તારમાંથી સિંહબાળનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો:શરીર પર ઇજાના નિશાન, શંકાસ્પદ વ્યક્તિની સંડોવણીને લઈ પોલીસની તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment