Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવતીને અશ્લીલ વીડિયો મોકલનાર આરોપી ઝડપાયો:સોનગઢ પોલીસે મહિસાગરથી સાયબર ક્રાઈમ ગુનેગારને પકડ્યો

    2 days ago

    સોનગઢ પોલીસે સાયબર ક્રાઇમના એક ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને મહિસાગર જિલ્લાના નાના ખાનપુરથી ઝડપી પાડ્યો છે. આરોપીએ એક યુવતીના નામનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેને અશ્લીલ વીડિયો અને મેસેજ મોકલી માનસિક ત્રાસ આપ્યો હતો. સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીએ ફરિયાદીની મિત્ર અજીતાબેન સુલેમાન ગામીત (રહે. સિનોદ, તા. સોનગઢ) ના ફોટાનો ઉપયોગ કરીને 'Pinku_6458' નામનું બનાવટી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું. આ ફેક આઈડી દ્વારા આરોપીએ ફરિયાદીની ઇન્સ્ટાગ્રામ આઈડી પર અશ્લીલ મેસેજ, વીડિયો અને વીડિયો કોલ કરીને ફરિયાદીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ગત તા. 30/04/2026ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.વી. ઢોલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીની ભાળ મહિસાગર જિલ્લાના નાના ખાનપુર ગામે મળી આવી હતી. પોલીસે ત્યાં પહોંચીને આરોપી સંજયકુમાર ઉર્ફે સંજુ માવજીભાઇ વણકર (ઉ.વ. 32, રહે. નાના ખાનપુર, તા. ખાનપુર, જિ. મહિસાગર) ને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી મળી આવેલા મોબાઈલમાં ફેક આઈડી બનાવી ગુનો કર્યાની કબૂલાત તેણે કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોટા લખિયામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી:મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું
    Next Article
    રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનું જાગનાથ મહાદેવ મંદિરે સન્માન:મંદિર પર ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરાયું; ભાજપ આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment