Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની આજી નદીમાં પાવડા-તગારા લઈ ઉતર્યા કોંગી કોર્પોરેટર:કહ્યું- મેયર પોતાના વોર્ડમાં જ સફાઈ નથી કરાવી શકતા, તો શહેરની કેવી રીતે કરાવશે?

    1 day ago

    રાજકોટની જીવાદોરી સમાન આજી નદીની સફાઈ કરવામાં ન આવતા આજે(24 જૂન) કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ પાવડા અને તગારા લઈને નદીના પટ્ટમાં ઉતર્યા હતા અને સફાઈ કરી હતી. મેયર ડૉ. નેહલ શુક્લ પોતાના વોર્ડ નં.7માં આવેલી આજી નદીની સફાઈ ન કરાવી શકતા હોય તો શહેરની સફાઈ કેવી રીતે કરાવી શકશે તેવો સવાલ વોર્ડ નં.15ના કોંગી નગરસેવક મકબૂલ દાઉદાણીએ ઉઠાવ્યો હતો. આ સાથે જ કટાક્ષ કર્યો કે મેયર જ્યારે જીતી ગયા ત્યારે પોતાની માનતા પૂરી કરવા માટે રામનાથ મહાદેવના મંદિરે ધ્વજા ચડાવી હતી. જોકે બાદમાં આ મંદિરની આસપાસ આજી નદીમાં ફેલાયેલી ગંદકી તેમને ન દેખાઈ ત્યારે ભવિષ્યમાં પણ જો તંત્ર નહીં જાગે તો JCB લઈને સફાઈ કરીશું. ‘રાજકોટ મહાનગરપાલિકા પ્રિ-મોન્સૂનની કામગીરીમાં ઝીરો છે’ કોંગ્રેસના કોર્પોરેટર મકબૂલ દાઉદાણીએ જણાવ્યું હતું કે, આજે અમે રામનાથ મંદિરે આવ્યા છીએ અને આ આજી નદી છે. અહીં રામનાથ મહાદેવ બિરાજમાન છે, પરંતુ કોઈ દિવસ સફાઈ કરવામાં આવતી નથી. જેના કારણે પાણી વધારે આવે છે અને ગત વર્ષે ચોમાસા દરમિયાન વરસાદના કારણે મંદિરમાં નુકસાન થયું હતું. રાજકોટ મહાનગરપાલિકા પ્રિ-મોન્સૂનની કામગીરીમાં ઝીરો છે. ‘મેયર પોતાના વોર્ડમાં જ સફાઈ નથી કરાવી શકતા તો બીજા વોર્ડમાં શું કરાવશે?’ મેયર ઓફિસમાં બેસીને મોટી મોટી વાતો કરે છે. આ એમનો જ વોર્ડ છે અને અહીં રામનાથ મહાદેવ બિરાજમાન છે. ગત વખતે પણ અહીં આજી નદીમાં સફાઈ કરવામાં આવી ન હતી. જેને કારણે નદીનું પાણી મંદિરમાં ઘૂસી જતા નુકસાન થયું હતું. હજુ પણ સફાઈ નહીં કરાવે તો આ વર્ષે વધુ નુકસાન જશે. મેયર દ્વારા નાના નાના નાળા સફાઈ કરવાનું કહેવામાં આવે છે, પરંતુ મુખ્ય આજી નદીની જ સફાઈ કરવામાં આવતી નથી. જેને કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જાય છે. મેયર પોતાના વોર્ડમાં જ સફાઈ ન કરાવી શકે તો બીજા વોર્ડમાં જઈને તેઓ શું કરી શકવાના?
    Click here to Read More
    Previous Article
    બાળકીના હત્યારાએ PSIની રિવોલ્વર ઝુંટવી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું:વડોદરામાં એક ગોળી પોલીસ વાનના ડ્રાઈવર પાસેથી નીકળી, તો ઝપાઝપીમાં બીજી આરોપીના પગમાં આરપાર થઈ
    Next Article
    MLA વસાવાને વધુ એક ઝાટકો, ભરૂચ કોર્ટમાં હાજર થવા આદેશ:પોલીસ તંત્રની છબી ખરડવાના કેસમાં કાર્યવાહી શરૂ, 29 જુલાઈએ પોતાનો પક્ષ રજૂ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment