Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેયરના વોર્ડની આજી નદીમાં ગંદકી:રાજકોટના કોંગી કોર્પોરેટરે પાવડા - તગારા લઈને સફાઈ કરી અનોખો વિરોધ કર્યો, ડૉ. શુક્લ જીતી ગયા ત્યારે ધ્વજા ચડાવી પણ આસપાસ શુદ્ધિકરણ ન સૂઝ્યું

    1 day ago

    રાજકોટની જીવાદોરી સમાન આજી નદીની સફાઈ કરવામાં ન આવતા આજે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ પાવડા અને તગારા લઈને નદીના પટ્ટમાં ઉતર્યા હતા અને સફાઈ કરી હતી. મેયર ડૉ. નેહલ શુક્લ પોતાના વોર્ડ નં.7 માં આવેલી આજી નદીની સફાઈ ન કરાવી શકતા હોય તો શહેરની સફાઈ કેવી રીતે કરાવી શકશે તેવો સવાલ વિરોધ કરતા વોર્ડ નં.15ના કોંગી નગરસેવક મકબૂલ દાઉદાણીએ ઉઠાવ્યો હતો. આ સાથે જ કટાક્ષ કર્યો કે મેયર જ્યારે જીતી ગયા ત્યારે પોતાની માનતા પૂરી કરવા માટે રામનાથ મહાદેવને મંદિરે ધ્વજા ચડાવી હતી. જોકે બાદમાં આ મંદિરની આસપાસ આજી નદીમાં ફેલાયેલી ગંદકી તેમને ન દેખાઈ ત્યારે ભવિષ્યમાં પણ જો તંત્ર નહીં જાગે તો JCB લઈને સફાઈ કરશું તેવું એલાન કર્યું હતું. જોકે તેમના આ વિરોધ પ્રદર્શન દરમિયાન માંડ 10 લોકો હાજર રહ્યા હતા. કોંગ્રેસના કોર્પોરેટર મકબૂલ દાઉદાણીએ જણાવ્યું હતું કે, આજે અમે રામનાથ મંદિરે આવ્યા છીએ અને આ આજી નદી છે. અહીં રામનાથ મહાદેવ બિરાજમાન છે પરંતુ કોઈ દિવસ સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે પાણી વધારે આવે છે અને ગત વર્ષે ચોમાસા દરમિયાન વરસાદના કારણે મંદિરમાં નુકસાન થયું હતું. રાજકોટ મહાનગરપાલિકા પ્રિ મોન્સૂનની કામગીરીમાં ઝીરો છે. મેયર ઓફિસમાં બેસીને મોટી મોટી વાતો કરે છે આ એમનો જ વોર્ડ છે અને અહીં રામનાથ મહાદેવ બિરાજમાન છે. ગત વખતે પણ અહીં આજી નદીમાં સફાઈ કરવામાં આવી ન હતી. જેને કારણે નદીનું પાણી મંદિરમાં ઘૂસી જતા નુકસાન થયું હતું. હજુ પણ સફાઈ નહીં કરાવે તો આ વર્ષે વધુ નુકસાન જશે. મેયર દ્વારા નાના નાના નાળા સફાઈ કરવાનું કહેવામાં આવે છે પરંતુ મુખ્ય આજી નદીની જ સફાઈ કરવામાં આવતી નથી. જેને કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જાય છે. મેયર પોતાના વોર્ડમાં જ સફાઈ ન કરાવી શકે તો બીજા વોર્ડમાં જઈને તેઓ શું કરી શકવાના? તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે અમે આજી નદીની સફાઈ કરવા માટે પાવડા અને તગારા લઈને આવ્યા છીએ. જો હજુ પણ તંત્ર નહીં જાગે તો આગામી સમયમાં અમે જેસીબી લઈને આવશું અને સફાઈ કરશું. મંદિરમાં રાજકારણ ન હોવું જોઈએ મેયર જ્યારે જીતી ગયા ત્યારે અહીં ધ્વજા ચડાવવા આવ્યા હતા. જોકે મંદિરની આસપાસની ગંદકી છે તેનું શું કરશે?
    Click here to Read More
    Previous Article
    ઉદયનિધિનો તમિલનાડુના CM પર પત્નીને લઈને કટાક્ષ:વિપક્ષના નેતાએ કહ્યું- ચેંગલપટ્ટુ કોર્ટમાં પતિને શોધી રહી છે પત્ની
    Next Article
    લાંબા સમયથી બંધ પડેલી ડેકોરેટિવ લાઈટો ચાલુ:પોરબંદરનો કીર્તિ મંદિર માર્ગ રોશનીથી ઝગમગ્યો : 25 રજવાડી લાઈટો શરૂ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment