Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે રાજ્યોની હદ વટાવી દારૂ ગુજરાત આવ્યો:ચંદીગઢથી ફર્નિચરની આડમાં અમદાવાદ લવાતો દારૂ નારોલ પાસેથી ઝડપાયો, ડ્રાઇવર સહિત બેની ધરપકડ

    5 days ago

    અમદાવાદ શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડ દ્વારા દરોડા પાડી દારૂ પકડવામાં આવી રહ્યો છે. ઘાટલોડીયા અને કાગડાપીઠ બાદ હવે નારોલ વિસ્તારમાંથી ચંદીગઢથી ટ્રક ભરીને લવાતા વિદેશી દારૂના જથ્થાને પીસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપીઓ જૂના અને તૂટી ગયેલા ફર્નિચરની ખોટી બિલ્ટી બનાવી ફર્નીચરની આડમા ટ્રકમાં વિદેશી દારૂ ભરીને લાવ્યા હતા. પોલીસે 28.24 લાખના દારૂ સહિતનો 38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. બાતમીના આધારે ટ્રક પકડી મળતી માહિતી મુજબ પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડના પીઆઈ જે.પી. જાડેજાને બાતમી મળી હતી કે શહેરના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નારોલ રંગોલી નગર તરફ જવાના રસ્તે નારોલ ટોરેંટ પાવર પાસે રોડથી વિદેશી દારૂ ભરેલો ટ્રક પસાર થવાનો છે. જેના આધારે ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. ટ્રક આવતાની સાથે જ પોલીસે તેને રોકીને તપાસ કરતા તેમાં જૂનું તથા તૂટી ગયેલ ફર્નીચર મળી આવ્યું હતું અને જેની આડમાં મોટા પુઠાના બોક્સ હતા જે ખોલીને જોતા તેમા નાની મોટી વિદેશી દારુની 177 પેટીઓમાં વિદેશી દારુની નાની મોટી સીલબંધ બોટલો 5868 કિ.રુ.28,24,944ની મળી આવી હતી. રુ. 38.44 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે ટ્રક ચાલકની પૂછપરછ કરતાં તેનું નામ રમેશચંદ રામલાલ ઝુલાહા (કબીરપંથી)( રહે.ગામ-વાલમ તા.રામશહેર પોસ્ટ-લુનસ જિ.સોલન હિમાચલપ્રદેશ) અને જીતેંદ્ર સ/ઓ. હરીરામ રામબરન ચોરસીયા (રહે.પોપટ લાલની ચાલી સત્યમનગર અમરાઇવાડી) હોવાનું જણાવ્યું હતું. ચંદીગઢ તરફથી ખોટી બિલ્ટી બનાવી ફર્નીચરની આડમાં વિદેશી દારૂનો જથ્થો રૂ.28.24 લાખ તથા અન્ય મળી કુલ રુ. 38.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશ અને ચંદીગઢથી દારૂ ભરી આપનાર તેમજ ટ્રકના માલિક સહિતના લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી:સૌરાષ્ટ્ર-મ.ગુજરાતના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા; ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ
    Next Article
    'શું કામ માને કનડે છે?' કહી સમજાવતા મોટા ભાઈની હત્યા:અમરેલીમાં દાદીને ગાળો ભાંડતા નાનાભાઈએ છાતીમાં છરી ઝીંકી પતાવી દીધો, હત્યારો ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment