Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી:સૌરાષ્ટ્ર-મ.ગુજરાતના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા; ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ

    5 days ago

    હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે આગાહી જાહેર કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ સહિતના 13 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની શક્યતા છે. સૌરાષ્ટ્ર-મ.ગુજરાતના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ, નવસારી, સુરત, અમરેલી, ગીર સોમનાથ, વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ આગળ વધીને મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના વિસ્તારોમાં પ્રવેશી ગયું છે. આગામી બેથી ત્રણ દિવસમાં ગુજરાતના વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી આજે 24 જૂને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા અને દાહોદ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર અને વલસાડ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ રાજ્યમાં નોંધાયેલા તાજેતરના વરસાદી આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેમાં ખાસ કરીને વલસાડ જિલ્લો મોખરે રહ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કપરાડામાં 1.46 ઇંચ અને વાપીમાં 1.42 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, ડાંગ જિલ્લાના આહવા-ડાંગમાં 3.07 ઇંચ અને તાપીના ઉકાઈમાં 1.1 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ જેવા કે સુરત (માંડવી, અરેઠ, માંગરોળ, ઉમરપાડા) અને નવસારી (ચીખલી, ગણદેવી, નવસારી, જલાલપોર) ના વિવિધ તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાં સ્વરૂપે સતત વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદી માહોલ બીજી તરફ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સારી હાજરી જોવા મળી છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં 2.13 ઇંચ જેટલો સારો વરસાદ નોંધાયો છે, જ્યારે કોટડા સાંગાણીમાં 0.79 ઇંચ વરસાદ પડ્યો છે. નર્મદાના સાગબારામાં 0.75 ઇંચ તેમજ પંચમહાલના જાંબુઘોડા અને છોટા ઉદેપુરના કવાંટમાં સરખો એટલે કે 0.51 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય બોટાદ, રાણપુર, અમરેલીના સાવરકુંડલા અને જાફરાબાદ જેવા વિસ્તારોમાં 0.04 ઇંચથી લઈને 0.31 ઇંચ સુધીના હળવા વરસાદી ઝાપટાં પડ્યા છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની સાથે એકથી બે વખત વરસાદી ઝાપટાં અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આવતીકાલે આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે આવતીકાલે 25 જૂને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ઉપરાંત અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન, વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના વરસાદની તસવીરો… આ પણ વાંચો રાજસ્થાનમાં પ્રી-મોન્સૂનમાં સામાન્ય કરતાં 41% વધુ વરસાદ:ચોમાસું આગામી 3 દિવસમાં MP-UP પહોંચશે દેશના મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં પ્રી-મોન્સુન વરસાદ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના 17 જિલ્લામાં મંગળવારે પ્રી-મોન્સુન વરસાદ રહ્યો. બિહારમાં વીજળી પડવાથી 3 લોકોના મોત થયા. રાજસ્થાનમાં 1 થી 21 જૂન સુધી સામાન્ય કરતાં 41% વધુ વરસાદ થયો. આ સમયગાળા દરમિયાન સામાન્ય વરસાદ 28mm હોય છે, જ્યારે આ સિઝનમાં અત્યાર સુધીમાં 39.3mm સરેરાશ વરસાદ થઈ ચૂક્યો છે. દિલ્હી-NCRમાં મંગળવારે બપોરે ધૂળભરી આંધી ચાલી. તેનાથી થોડા સમય માટે દિવસમાં જ અંધારું છવાઈ ગયું. યુપીના 6 શહેરોમાં 60kmphની ઝડપે ધૂળભરી આંધી ચાલી. જોકે, પૂર્વીય યુપીમાં ભારે તડકો છે અને ઉકળાટ છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ પશ્ચિમ મોન્સુન તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક વિસ્તારોમાં આગળ વધ્યું છે. આગામી 2-3 દિવસમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં પહોંચી શકે છે. મોન્સુન 13 દિવસની વિલંબ બાદ 24 જૂન મંગળવારે મુંબઈ પહોંચી ગયું છે. સામાન્ય રીતે મોન્સુન 10 જૂન સુધીમાં મુંબઈ પહોંચે છે. મોન્સુન પહોંચતા જ શહેરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    કોકરોચ પાર્ટીના સ્થાપક દીપકે કહ્યું- અમે આતંકવાદી નથી:શિક્ષામંત્રીના હાથ વિદ્યાર્થીઓના લોહીથી રંગાયેલા; પ્રધાને CJPને આતંકવાદીઓની B ટીમ કહી હતી
    Next Article
    બે રાજ્યોની હદ વટાવી દારૂ ગુજરાત આવ્યો:ચંદીગઢથી ફર્નિચરની આડમાં અમદાવાદ લવાતો દારૂ નારોલ પાસેથી ઝડપાયો, ડ્રાઇવર સહિત બેની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment