Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ડાંગ-ઉમરગામ અને ગોંડલમાં મેઘરાજાની ધબધબાટી, રામ મંદિર દાન ચોરીનો રિપોર્ટ મોદીને મોકલાયો, ચાંદીમાં મોટો કડાકો, વૈભવ સૂર્યવંશી ભાવુક થયો

    1 day ago

    નમસ્તે, રામ મંદિર ચઢાવા ચોરીનો અહેવાલ PMO મોકલી દેવામાં આવ્યો છે. બીજી તરફ, વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયાની 3 નંબરની જર્સી મળી છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ ચાંદીના ભાવ ઘટવાના સમાચાર જણાવીશું... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં 27 ટકા OBC અનામત કેસની સુનાવણી થશે. 2. ઠગ સુકેશના 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. રામમંદિર દાન ચોરીનો રિપોર્ટ SITએ સરકારને સોંપ્યો:20 પાનાના રિપોર્ટમાં FIR અને ટ્રસ્ટને ફરીથી ગઠિત કરવાની ભલામણ અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં SITએ પોતાનો તપાસ રિપોર્ટ યુપી સરકારને સોંપી દીધો છે. મંગળવારે સવારે SIT ની ટીમ અપર મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદની ઓફિસે પહોંચી અને તેમને રિપોર્ટ સોંપ્યો. ટીમે જણાવ્યું કે આ હાલમાં પ્રારંભિક રિપોર્ટ છે. અમારી જે પણ ફાઇન્ડિંગ્સ હતી, તે આપી દીધી છે. રિપોર્ટ લગભગ 20 પાનાનો હોવાનું કહેવાય છે. તેમાં 150 લોકોની પૂછપરછની વિગતો છે. સૂત્રો અનુસાર, ટીમે આ મામલે FIR નોંધવા અને ટ્રસ્ટનું ફરીથી ગઠન કરવાની ભલામણ કરી છે. એવી પણ ભલામણ કરવામાં આવી છે કે કોઈ વરિષ્ઠ અધિકારીને મંદિરના CEO તરીકે નિયુક્ત કરવામાં આવે. વિગતવાર તપાસ માટે વધુ સમય આપવામાં આવે. 2. આંખમાં આંસુ અને ચહેરા પર સ્માઈલ!:ટીમ ઈન્ડિયાની જર્સી પર પોતાનું નામ જોઈ ભાવુક થયો વન્ડર બોય સૂર્યવંશી, કહ્યું- 'જેના માટે બેટ પકડ્યું હતું, એ સપનું પૂરું થયું' ભારતીય ક્રિકેટના ઉભરતા સિતારો વૈભવ સૂર્યવંશી માટે આખરે એ ક્ષણ આવી ગઈ છે, જેનું સપનું તેણે નાનપણથી જોયું હતું. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમમાં પહેલીવાર પસંદ કરાયેલા 15 વર્ષના આ યુવા બેટ્સમેને જ્યારે ટીમ ઈન્ડિયાની ઓફિશિયલ જર્સી પર પોતાનું નામ જોયું, ત્યારે તે અત્યંત ભાવુક થઈ ગયો હતો. BCCI દ્વારા શેર કરવામાં આવેલા એક ખાસ વીડિયોમાં વૈભવે પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું કે, ક્રિકેટ રમવાની શરૂઆત જ તેણે એક દિવસ ભારતની જર્સી પહેરવાના સપના સાથે કરી હતી અને હવે જ્યારે એ ડ્રીમ પૂરું થયું છે ત્યારે તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. લખનઉ અગ્નિકાંડમાં 15 લોકોનાં મોત, બિલ્ડિંગ તોડી પાડવામાં આવશે:યુપીના 48 કોચિંગ સેન્ટર સીલ; અખિલેશ યાદવ બોલ્યા- 1 કરોડનું વળતર મળે લખનઉની કોચિંગમાં આગ લાગવાની ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત થયા છે. મંગળવારે સવારે 11 વાગ્યે દુર્ઘટનાની તપાસ માટે SIT અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી. ટીમે બિલ્ડિંગની તપાસ કરી. SIT ટીમમાં IPS પ્રવીણ કુમાર અને IAS અમૃત અભિજાતનો સમાવેશ થાય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે જે બિલ્ડિંગમાં આગ લાગી હતી, તે ગેરકાયદેસર હતી. 2016માં તેને તોડી પાડવાનો આદેશ થયો હતો. બાદમાં આદેશ રદ કરવામાં આવ્યો. લખનઉ વિકાસ પ્રાધિકરણ (LDA)ના વીસી પ્રથમેશ કુમારે જણાવ્યું કે - બિલ્ડિંગ માલિકને નોટિસ જાહેર કરીને 15 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. બિલ્ડિંગ પર બુલડોઝર ચાલશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સોનમ રઘુવંશી જેવી જ નીકળી સિયા:યુવતીએ પ્રેમી સાથે મળીને ફિયાન્સને 400 ફૂટ ઊંડી ખીણમાં ફેંક્યો; 17 કરોડમાં લગ્ન થવાના હતા; બે ચાર્ટર્ડ પ્લેન બુક હતા પુણેના ટ્રેકર અને બિઝનેસમેન કેતન વિશાલ અગ્રવાલના મોત મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસે મંગળવારે તેની મંગેતર સિયા ગોયલ (20) અને તેના પ્રેમી ચેતન ચૌધરી (22)ની ધરપકડ કરી. બંને પર પ્લાનિંગ હેઠળ કેતનની હત્યાનો આરોપ છે. કેતન 18 જૂને તેની મંગેતર સાથે ટ્રેકિંગ પર ગયા હતા. બાદમાં તેમનો મૃતદેહ ખીણમાંથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સિયા અને તેના પ્રેમીએ પુણેના લોહાગઢ કિલ્લા પરથી કેતનને લગભગ 400 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો માર્યો હતો. બાદમાં તેને અકસ્માત ગણાવવાનો પ્રયાસ કર્યો. 26 વર્ષીય કેતન પુણે જિલ્લાના ગહુનજેના રહેવાસી હતા અને પરિવારની રિયલ એસ્ટેટ કંપનીમાં ડિરેક્ટર હતા. જ્યારે સિયા પુણેના એક મસાલા વેપારીની પુત્રી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ચાંદી 10 હજાર સસ્તી થઈ, આ મહિને ₹36,015 ઘટી:સોનું ₹2,522 ઘટ્યું, ઓલ ટાઈમ હાઈથી ₹31,333 નો ઘટાડો, જાણો તમારા શહેરના ભાવ સોના-ચાંદીના ભાવમાં આજે 23 જૂને ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદી ₹10,566 ઘટીને ₹2.27 લાખ પર આવી ગઈ છે, જે સોમવારે ₹2.37 લાખ પર હતી. જ્યારે, 10 ગ્રામ 24 કેરેટ સોનું ₹2,522 ઘટીને ₹1.45 લાખ પર આવી ગયું છે. આ પહેલા 22 જૂને તે ₹1.47 લાખ પર હતું. સોનું આ મહિને ₹10,748 અને ચાંદી ₹36,015 સસ્તી થઈ છે. 1 જૂને સોનું ₹1.56 લાખ/10 ગ્રામ અને ચાંદી ₹3.63 લાખ/કિલો હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા, વડોદરા જેલ હવાલે:સેશન્સ કોર્ટનો ચુકાદો, 9 આરોપીઓને સજા+દંડ; પૂર્ણેશ મોદીએ કહ્યું-'સ્ટે નહીં મળે તો ધારાસભ્યપદ જશે' ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. નર્મદા એડીશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં આ મહત્વનો ચુકાદો આપ્યો છે. MLA ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ નવ આરોપીને 7 વર્ષની કેદ અને રૂ.25 હજારનોનો દંડ કરવામાં આવ્યો છે. આ નવ આરોપીઓમાં 4 મહિલા અને 5 પુરૂષ આરોપી સામેલ છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતાં ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ગોંડલમાં મેઘરાજાની ધબધબાટી, ઠેર ઠેર પાણી ભરાયા:ડાંગમાં બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, ચોમાસું બે દિવસમાં ગુજરાત પહોંચશે; માછીમારોને ચેતવણી દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. તે મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ અને બિહારના વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. મુંબઈમાં પહોંચેલું ચોમાસું આગળ વધ્યા બાદ ગુજરાતમાં પણ 26 જૂનની આસપાસ ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે. આજે સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગ તાલુકામાં સવા બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગોંડલમાં પણ મેઘરાજાએ આજે 23 જૂને બપોર બાદ ધબધબાટી બોલાવી છે. પ્રથમ વરસાદે જ ગોંડલ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે અને ઠેર ઠેર પાણી ભરાયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- કોકરોચ જનતા પાર્ટી ઉપદ્વીઓની B ટીમ:CJPએ NEET પેપર લીકને લઈને શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું હતું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પની ધમકીથી ઈરાન નારાજ, અમેરિકા સાથે વાતચીત અટકાવી:કહ્યું- દબાણમાં વાત નહીં કરીએ; અમેરિકી અધિકારીઓ સાથે હાથ પણ ન મિલાવ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ઉદ્ધવના 7મા સાંસદ પણ શિંદે-જૂથમાં આવવા માંગતા હોવાનો દાવો:શિવસેના નેતાએ કહ્યું- મંત્રી પદ જોઈતું હતું એટલે વાત ન બની, નામ નહીં કહું પણ એ ઠાકરેની બાજુમાં બેસે છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.નેશનલ : અલકા યાજ્ઞિક, મમ્મૂટી અને વિજય અમૃતરાજને પદ્મ ભૂષણ:રોહિત શર્માને પદ્મશ્રી, 65 હસ્તીઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પદ્મ એવોર્ડથી સન્માનિત કર્યા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : વોટરવેઝ લેઝર ટુરિઝમનો IPO ખુલ્યો:ફ્રેશ ઇશ્યૂથી ₹585 કરોડ એકત્ર કરશે, IPO પહેલાં એન્કર ઇન્વેસ્ટર્સે ₹263 કરોડના શેર્સ ખરીદ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : 27 કરોડનો પંત 15 કરોડમાં દિલ્હી કેપિટલ્સમાં પાછો ફર્યો:13.50 કરોડમાં કુલદીપ લખનઉમાં સામેલ, બંને ટીમો વચ્ચે ટ્રેડ થયો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : બુદ્ધિના કારક ગ્રહે બદલી ચાલ!:બુધની કર્ક રાશિમાં એન્ટ્રી; વૃષભ-કન્યા સહિત 5 જાતકોને મજા-મજા, જાણો તમામ રાશિઓ માટે આવનારો સમય કેવો રહેશે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ રસ્તા પર દેખાઈ જૂતા જેવી કાર અમેરિકામાં એક અનોખી કસ્ટમ કાર ચર્ચામાં છે. આ કાર મેકડોનાલ્ડ્સના પ્રખ્યાત જોકર રોનાલ્ડ મેકડોનાલ્ડના વિશાળ જૂતા જેવી દેખાય છે, જ્યારે તેની વિન્ડશિલ્ડ મેકડોનાલ્ડના ગોલ્ડન આર્ચેસ લોગોની જેમ ડિઝાઇન કરવામાં આવી છે. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. એક્સક્લૂસિવ હકાભા ગઢવીની સરકાર સામે તડ ને ફડ: કહ્યું- ખેડૂત ઉકલી જાય એ પહેલાં પ્રશ્ન ઉકેલો, મને અંદરથી અવાજ આવ્યો એટલે આંદોલનમાં ગયો 2. નદીના પટમાં બાળકનું કપાયેલું માથું જોઇ મહિલાઓની ચીસ નીકળી ગઇ: હત્યારાએ કોઇ પુરાવા ન છોડ્યા, પોલીસને ટીપ મળી ને હેવાનિયતનો ખુલાસો થયો 3. પારકી પંચાત : કાકાએ ખાડામાં સૂતા સૂતા અધિકારીને ખખડાવી નાખ્યા: હકાભા ખેડૂતોના મસિહા બની ગયા; ના હોય, ભાજપના નેતા મમતા સોનીના રૂપિયા ખાઈ ગયા! 4. Editor's View: મોદી પછી PM કોણ?: વિપક્ષના સફાયા પાછળ ભાજપનો હિડન એજન્ડા, અમિત શાહનો ગેમ પ્લાન NDA 2.0, સંઘ કોને સપોર્ટ કરશે? ઇનડેપ્થ એનાલિસિસ 5. ઈથેનોલથી પેટ્રોલની ટાંકીમાં જામી રહી છે કાળી ફૂગ: માઈલેજ ઘટી અને સર્વિસિંગનો ખર્ચ બમણો થયો, ભેજથી એન્જિનમાં પણ કાટ લાગ્યો 6. આજનું એક્સપ્લેનર: 'ભારત સામે યુદ્ધ શરૂ કરીશું', આવું કેમ બોલ્યા પાકિસ્તાનના રક્ષામંત્રી; તેમની નહેરોમાં 82% સુધી પાણી ઘટ્યું, ભારત શું કરે છે? 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: કર્ક રાશિના જાતકોનો ધંધો ટકાટક ચાલશે, સિંહ રાશિના લોકો માટે લાભદાયક દિવસ વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    હોર્મુઝમાં ફસાયેલા 11,000 ખલાસીઓનું બચાવ કાર્ય શરૂ:US-ઈરાન સાથે મળીને કામ કરી રહ્યા છે; અમેરિકી વિદેશ મંત્રી પીસ ડીલ પર UAEને મનાવવા પહોંચ્યા
    Next Article
    પ્રવેશોત્સવ શરૂ:પ્રથમ દિને 9872 વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment