Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રવેશોત્સવ શરૂ:પ્રથમ દિને 9872 વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ્યા

    1 day ago

    જૂનાગઢ જીલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પ્રગતિ પ્રવેશોત્સવ-2026 અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્રણ દિવસ સુધી ચાલનાર આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, અધિકારીઓ દ્વારા આંગણવાડી, બાલવાટિકા ઘો.1,ધો.9 અને ધો.11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કીટ આપીને સ્વાગત કરવામાં આવવાનું છે. પ્રગતિ પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જૂનાગઢ જિલ્લામાં કુલ 9872 વિદ્યાર્થીઓેને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત જૂનાગઢ જીલ્લામાં બાલવાટિકામાં કુલ 3155, ધોરણ-1માં કુલ 359, ધોરણ-9માં 4329 અને ધોરણ-11માં કુલ 2029 પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રગતિ પ્રવેશોત્સવ કાર્યક્રમના પ્રથમ દિવસે જિલ્લાના 199 ગામોની 289 પ્રાથમિક શાળા અને 84 માધ્યમિક શાળાની 133 જેટલા પદાધિકારીઓ,અધિકારીઓએ મુલાકાત લઈને વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણ મેળવી ઉત્તમ નાગરિક બનવા માટે પ્રેરણા આપી હતી. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન જિલ્લાની 24 શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. હજુ 24 અને 25 બે દિવસ જીલ્લાની વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવશે એમ શિક્ષણાધિકારી લત્તાબેન ઉપાધ્યાયે જણાવ્યુ હતુ. ગાંધીનગરથી 14 અધિકારીઓ આવ્યા જૂનાગઢ જિલ્લામાં પ્રગતિના પ્રવેશોત્સવમાં ગાંધનીગર અધિકારીઓ આવ્યા છે. અગાઉ જૂનાગઢમાં 17 અધિકારીઓ આવવાના હતા પરંતુ એમાંથી એક ને અન્ય જિલ્લો અને 2 અધિકારીના સરકારે ઓર્ડર કેન્સલ કર્યા છે.> ડો. અશોક વાણવી, નાયબ શિક્ષણાધિકારી
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ડાંગ-ઉમરગામ અને ગોંડલમાં મેઘરાજાની ધબધબાટી, રામ મંદિર દાન ચોરીનો રિપોર્ટ મોદીને મોકલાયો, ચાંદીમાં મોટો કડાકો, વૈભવ સૂર્યવંશી ભાવુક થયો
    Next Article
    ‘Like a 16-year-old Sachin Tendulkar but can he…’: Kapil Dev on Sooryavanshi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment