Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં નવા બનતા બ્રિજનો નમેલો ગર્ડર તૂટી પડ્યાનો ઘટસ્ફોટ:ઘટનાસ્થળે હાજર સીટકોના અધિકારીઓએ જૂઠાણું ચલાવ્યું, રેલવેએ સત્ય જાહેર કર્યું

    19 hours ago

    સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલા રેલવે ગોડાઉન વિસ્તારમાં નિર્માણ હેઠળના બ્રિજનો એક ગર્ડર તૂટી પડ્યાનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેની સત્યતા તપાસવા કરવા દિવ્ય ભાસ્કર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. જેમાં આ વીડિયો 17મી મે એટલે કે દોઢ મહિનો જૂનો હોવાનું સામે આવ્યું હતું. પહેલાં ઘટનાસ્થળે હાજર સીટકોના અધિકારીઓએ જૂઠાણું ચલાવ્યું હતું, જ્યારે રેલવે એપીઆરઓએ સત્ય જાહેર કરતાં બ્રિજનો નમેલો ગર્ડર તૂટી પડ્ચાનો ઘટસ્ફોટ થયો છે. સીટકોના અધિકારી રાહુલ રાઘવનો વિચિત્ર દાવો સીટકોના અધિકારી રાહુલ રાઘવને જ્યારે આ ગંભીર દુર્ઘટના અને તેના વાયરલ થઈ રહેલા વીડિયો અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે એક અત્યંત વિચિત્ર અને નકારાત્મક વલણ અપનાવ્યું હતું. તેમણે મીડિયા સમક્ષ એવો દાવો કર્યો હતો કે કોઈ ગડર તૂટ્યો જ નથી. એટલું જ નહીં, જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પુરાવારૂપી વીડિયો વિશે સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેઓએ આ વીડિયો સુરતનો હોવાનો જ સાફ ઈનકાર કરી દીધો હતો અને સમગ્ર ઘટનાને નકારી કાઢી હતી. રેલવે CPRO એ સત્તાવાર પુષ્ટિ કરીને સત્ય જાહેર કર્યું બીજી બાજુ, રેલવેના CPRO એ આ મામલે સ્પષ્ટતા કરતા સીટકોના અધિકારીઓના જૂઠાણાની પોલ ખોલી નાખી છે. રેલવે વિભાગે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે વાયરલ થઈ રહેલો વીડિયો સુરતનો જ છે. તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું કે આ ઘટના ગત 17મી મેના રોજ એસપી 31 (SP 31) થાંભલા પાસે ચાલી રહેલા બાંધકામ દરમિયાન ઘટી હતી. સૌથી શરમજનક બાબત એ છે કે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે સીટકોના બંને અધિકારીઓ ઘટનાસ્થળે જ હાજર હતા, તેમ છતાં તેમણે મીડિયા સમક્ષ આવી કોઈ ઘટના બની ન હોવાનું કહીને સરેઆમ જૂઠાણું ફેલાવ્યું હતું. સીટકોના જવાબદાર અધિકારીઓનો ભાંડો રેલવેએ ફોડ્યો આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી અને મહત્વની વાત એ સામે આવી છે કે, રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને સીટકો (SITCO)ના અધિકારીઓના નિવેદનોમાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો છે. સુરતમાં બનેલી આ ગંભીર ઘટના બાદ સીટકોના અધિકારીઓ જાણે સમગ્ર મામલા પર પડદો પાડવાનો કે તેને છુપાવવાનો પૂરતો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એક તરફ સીટકોના જવાબદાર અધિકારીઓ કંઈક અલગ જ રાગ આલાપી રહ્યા છે, જ્યારે બીજી તરફ રેલવે પ્રશાસન સત્ય સ્વીકારીને અલગ વિગતો આપી રહ્યું છે, જેના કારણે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ડ્રોઈંગ ચેન્જ થવાને કારણે આ ભાગને કાઢવામાં આવી રહ્યો છે: હેમંત અગ્રવાલ અધિકારી હેમંત અગ્રવાલ (સ્ટ્રક્ચર DPM)એ જણાવ્યું હતું કે, ડ્રોઈંગ ચેન્જ થવાને કારણે આ ભાગને કાઢવામાં આવી રહ્યો છે અને હવે જે કંઈ પણ કામ થશે તે રિવાઈઝ ડ્રોઈંગના હિસાબથી જ કરવામાં આવશે.પીલર વચ્ચેના ગડર તૂટ્યાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા અને વીડિયો અંગે સ્પષ્ટતા કરી કે એવું કંઈ જ નથી, ડ્રોઈંગ બદલાવાને કારણે તેને હટાવવો જ પડે અને આમાં કોઈની બેદરકારી નથી. જ્યારે અન્ય અધિકારી રાહુલ રાઘવ (લાયઝન મેનેજર) જણાવે છે કે ગર્ડર તૂટ્યો નથી. પરંતુ એઝ પર ડ્રોઈંગ જ કામ આગળ વધારવા માટે તેને ડિસ્મેન્ટલ કરવામાં આવી રહ્યો છે. પત્રકાર જ્યારે તેમને મોબાઈલમાં વાયરલ વીડિયો બતાવીને પૂછે છે કે આ તેમના જ પીલર જેવો દેખાય છે અને આ અંગે તેમનું શું કહેવું છે. ₹496 કરોડના ખર્ચે સિટકો કંપની બનાવી રહી છે 5 કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ, વરાછા સુધી જોડાણ થશે બનાવની વિગત એવી છે કે, સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ પ્રોજેક્ટ અંતર્ગત સહારા દરવાજાથી લઈને સુરત મુખ્ય રેલવે સ્ટેશનના પાછળના ભાગથી વરાછા લંબે હનુમાન રોડ સુધીનો એલિવેટેડ રોડ તૈયાર થઈ રહ્યો છે. આશરે 5 કિલોમીટર લાંબો આ બ્રિજ પ્રોજેક્ટ સિટકો (SITCO) કંપની દ્વારા અંદાજે 496 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવ્યો છે. જે તે સમયે ગર્ડર નમી જવાની ઘટના સામે આવ્યા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષાત્મક પગલાં ભરીને જોખમી હિસ્સો હટાવવાની કવાયત પૂરી કરી દેવાઈ હતી અને હાલ પ્રોજેક્ટનું કામ આગળ ધપી રહ્યું છે. કોઈને ઈજા કે કોઈ અણધારી ઘટના નોંધાઈ નથી પશ્ચિમ રેલવેના સીપીઆરઓ વિનીત અભિષેક દ્વારા સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો છે. તેને જણાવ્યું હતું કે, 17મે 2026ના રોજ સુરત MMTH ફેઝ-II હેઠળ ચાલી રહેલા એલિવેટેડ રોડ પ્રોજેક્ટના પિયર SP-31 (થાંભલા) ખાતે બાંધકામને સંબંધિત એક ઘટના ઘટી હતી. પિયર SP-31 પર પિયર કેપ/પોર્ટલ બીમના કોંક્રીટીંગ કામ દરમિયાન, સ્કેફોલ્ડિંગ પાઇપના સાંધા (પાલખના પાઇપ જોઈન્ટ્સ) ખસી જવાને કારણે, ભીના કોંક્રિટના વજન હેઠળ પિયર કેપના મધ્ય ભાગમાં આવેલું અસ્થાયી સ્ટેજીંગ (ટેમ્પરરી માળખું) નીચે બેસી ગયું હતું. આ અસરગ્રસ્ત સ્થળ જૂના ગુડ્સ યાર્ડ (માલસામાનના યાર્ડ) વિસ્તારની અંદર હતું, જે પ્રોજેક્ટના નિયંત્રિત વિસ્તારમાં આવે છે અને તેને પહેલાથી જ તમામ બાજુથી બંધ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના કારણે કોઈ ટ્રેનની કામગીરી, મુસાફરોની અવરજવર, અથવા રેલ્વે સેવાઓ/ટ્રાફિકની હિલચાલ પર કોઈ અસર થઈ નથી, તેમજ કોઈને ઈજા કે કોઈ અણધારી ઘટના નોંધાઈ નથી. અસરગ્રસ્ત ભાગને સંપૂર્ણપણે તોડી પડાયો હતો અભિષેકે વધુમાં કહ્યું કે, સ્ટેજીંગ (માળખું) ખસી ગયું હોવાનું ધ્યાનમાં આવતા જ, સાઇટ સુપરવાઇઝરોએ આ બાબતે તાત્કાલિક પગલાં લીધા હતા, જેમાં કામ તાત્કાલિક બંધ કરાવવું, સુરક્ષિત બેરીકેટીંગ કરવું અને અસરગ્રસ્ત સ્થળેથી છૂટો સામાન હટાવવાનો સમાવેશ થાય છે. સ્થાપિત સુરક્ષા અને ગુણવત્તા-નિયંત્રણની પ્રક્રિયાઓ અનુસાર, કામ તાત્કાલિક રોકી દેવામાં આવ્યું હતું અને અસરગ્રસ્ત ભાગને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યો હતો. ટેમ્પરરી કામોની વિગતવાર ડિઝાઇનની ચકાસણી અને નિરીક્ષણ કર્યા પછી જ ફરીથી બાંધકામ હાથ ધરવામાં આવશે.આ કામ સતત સુરક્ષા અને ગુણવત્તાના મોનિટરિંગ (દેખરેખ) હેઠળ કરવામાં આવી રહ્યું છે, અને આ તાત્કાલિક સુધારાત્મક પગલાં પ્રોજેક્ટની ગુણવત્તા-નિયંત્રણ પ્રણાલીની અસરકારકતા દર્શાવે છે. 'ટ્રેન/ટ્રાફિક સેવાઓ અથવા મુસાફરોની સુરક્ષાને કોઈ અસર થઈ નથી' તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, એલિવેટેડ રોડના પિયર (થાંભલા) પર બનેલી આ ઘટના માત્ર બાંધકામ સાઇટ પૂરતી જ મર્યાદિત હતી, જ્યાં સામાન્ય જનતાની અવરજવર નહોતી. આનાથી કોઈ ટ્રેન/ટ્રાફિક સેવાઓ અથવા મુસાફરોની સુરક્ષાને કોઈ અસર થઈ નથી. પ્રોજેક્ટ ટીમ દ્વારા લેવાયેલા તાત્કાલિક ફિલ્ડ એક્શન અને સુરક્ષા પ્રોટોકોલના કડક પાલનને કારણે બાબત આગળ વધતા અટકી ગઈ હતી. પશ્ચિમ રેલ્વે તમામ બાંધકામ કાર્યો સુરક્ષા, ગુણવત્તા અને તકનીકી દેખરેખને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને જ હાથ ધરવામાં આવે તે માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    ગોંડલ, ગીર ગઢડા પંથકમાં વાવણીલાયક વરસાદ:ડાંગમાં 4 કલાકમાં 2.68 ઈંચ વરસાદ, ચોમાસું બે દિવસમાં ગુજરાત પહોંચશે; માછીમારોને ચેતવણી
    Next Article
    મંડળીના નામે લોકોને છેતર્યા:ઉંચા વળતરની લાલચ આપી 80 જેટલા લોકો સાથે 70 લાખની ઠગાઈ આચરનાર દંપતીની પોલીસે કરી ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment