Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદ ધવલ પટેલે દરિયાઈ ધોવાણગ્રસ્ત વિસ્તાર દાંતી-કકવાડીની મુલાકાત લીધી:ગ્રામજનોની રજૂઆતો સાંભળી, પ્રોટેક્શન વોલનું કામ પૂર્ણ કરવા ખાતરી આપી

    17 hours ago

    વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારમાં દરિયાઈ ધોવાણની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે મંગળવારે દાંતી-કકવાડી સહિતના દરિયાકાંઠા વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામજનો સાથે સ્થળ પર જ ચર્ચા કરી હતી અને બાકી રહેલા પ્રોટેક્શન વોલના કામને ઝડપથી પૂર્ણ કરાવવા તેમજ લાંબા ગાળાના ઉકેલ માટે રાજ્ય સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવાની ખાતરી આપી હતી. નાની દાંતી ગામે દરિયાઈ ધોવાણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 38 કરોડના ખર્ચે 1500 મીટર લાંબી પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે. જોકે, ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે, હજુ 300 મીટર જેટલું કામ અધૂરું હોવાથી ભરતીના સમયે દરિયાનું પાણી ગામ તરફ ઘૂસી આવે છે. સાંસદ ધવલ પટેલે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ બાદ આ મુદ્દાને ધ્યાને લઈ દરિયાકાંઠાની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ગ્રામજનોએ દાંતી ગામના દાંડા સ્ટ્રીટ સામે આવેલી ક્ષતિગ્રસ્ત પ્રોટેક્શન વોલની તાત્કાલિક મરામત કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત, દાંતી-કકવાડીથી દાંડી સુધીના આશરે ચાર કિલોમીટર વિસ્તારમાં નવી પ્રોટેક્શન વોલ ઊભી કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં આ વિસ્તારમાં ભારે દરિયાઈ ધોવાણ થયું છે. સમુદ્રમાં વધુ કરંટ હોવાથી રેતી ઝડપથી સરકી જાય છે, જેના કારણે સામાન્ય પ્રોટેક્શન વોલ લાંબા સમય સુધી અસરકારક સાબિત થતી નથી. તેમણે પાણીના પ્રહારને તોડી શકે તેવી ઊભી બ્રેક વોટર (પુષ્ટા-ઊભા પાળા) પ્રકારની પ્રોટેક્શન વોલ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગ્રામજનોએ વધુમાં મુંબઈના મરીન ડ્રાઈવ અને કર્ણાટકના મરૂદેશ્વર દરિયાકાંઠે બનાવવામાં આવેલા ટ્રેટા પોડ્સ આધારિત બ્રેક વોટર જેવા મોડેલનો અભ્યાસ કરી તે પ્રકારની વ્યવસ્થા અહીં પણ ઊભી કરવાની માંગ કરી હતી. આનાથી ભવિષ્યમાં પ્રોટેક્શન વોલને નુકસાન નહીં થાય અને દરિયાઈ ધોવાણ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાશે. સાંસદ ધવલ પટેલે ગ્રામજનોની રજૂઆતો અને સમસ્યાઓ ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે ખાતરી આપી હતી કે, આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ જળસંપત્તિ મંત્રી સમક્ષ રજૂઆત કરી જરૂરી કામગીરી ઝડપથી થાય તે માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ ગામોના સરપંચો, પૂર્વ સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ:સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓએ ડો.મુખર્જીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કર્યા
    Next Article
    ગાંધીનગરમાં ટ્રાફિક અને દબાણો સામે મનપા-પોલીસની સંયુક્ત મેગા ડ્રાઇવ શરૂ:5 કોમ્પ્લેક્ષ બેઝમેન્ટ પાર્કિંગ નહિ ખોલે તો સીલ થવાના આરે, 30 વાહનો સહિત લારી ગલ્લા જપ્ત કરી હજારોનો દંડ વસૂલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment