Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં ટ્રાફિક અને દબાણો સામે મનપા-પોલીસની સંયુક્ત મેગા ડ્રાઇવ શરૂ:5 કોમ્પ્લેક્ષ બેઝમેન્ટ પાર્કિંગ નહિ ખોલે તો સીલ થવાના આરે, 30 વાહનો સહિત લારી ગલ્લા જપ્ત કરી હજારોનો દંડ વસૂલાયો

    16 hours ago

    ગાંધીનગરના રક્ષાશક્તિ સર્કલથી લઈને રિલાયન્સ ચોકડી સુધીના વ્યસ્ત માર્ગ પર ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ અને જાહેર જનતાને અડચણરૂપ થતા ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ગઈકાલ રાતથી એક વિશેષ સંયુક્ત મેગા ડ્રાઈવનું શરૂ કરવામાં આવી છે. જે અન્વયે આજે પાંચ કોમ્પલેક્ષોને બૅઝમેન્ટ પાર્કિંગ ખોલવાની નોટિસની સાથે જાહેર માર્ગો પર નડતર રૂપ 30 વાહનો સહિત લારી ગલ્લાના દબાણો જપ્ત કરી હજારોનો દંડ વસૂલવામાં આવ્યો છે. જાહેર માર્ગો પર આડેધડ પાર્કિંગ અને કોમર્શિયલ બિલ્ડિંગોના કાયદાભંગ સામે તંત્રની લાલઆંખ કરી મેગા ડ્રાઇવ શરૂ કરાઈ છે.આ સઘન ઝુંબેશમાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા, સેનીટેશન શાખા તેમજ ટ્રાફિક પોલીસ સહિતના અધિકારીઓ અને પોલીસ કાફલાએ સાથે મળીને કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. આ 5 કોમ્પલેક્સને બેઝમેન્ટ પાર્કિંગ ખોલવા નોટિસ આપી આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાના ધ્યાન પર આવ્યું હતું કે પ્રમુખ મસ્તાના કોમ્પ્લેક્ષ, પ્રમુખ આર્કેડ કોમ્પ્લેક્ષ, રાધે સ્ક્વેર અને પ્રમુખ આનંદ ઓર્બિટ મોલ જેવા વિવિધ જાણીતા કોમર્શિયલ બિલ્ડિંગોમાં મોટાપાયે ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રાહકો અને મુલાકાતીઓના વાહન પાર્કિંગ માટે નકશામાં નિર્ધારિત કરાયેલા બેઝમેન્ટ પાર્કિંગ એરિયા પણ બિલ્ડરો કે એસોસિએશન દ્વારા ગેરકાયદેસર રીતે બંધ રાખવામાં આવ્યા હોવાની ગંભીર બેદરકારી સામે આવી હતી. જેના કારણે લોકો પોતાના વાહનો રોડ પર પાર્ક કરવા મજબૂર બનતા હતા. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને ટાઉન પ્લાનિંગ શાખાએ તત્કાલ પગલાં ભર્યા હતા અને પ્રમુખ મસ્તાના, પ્રમુખ ઓર્બિટ મોલ, ધ પ્લુટસ, કેપીટલ આઈકોન તેમજ પ્રમુખ આર્કેડ 2 એમ કુલ મળીને 5 મોટા વ્યાપારી કોમ્પ્લેક્ષોને પોતાના બેઝમેન્ટ પાર્કિંગ તાત્કાલિક ધોરણે ખુલ્લા કરવા માટેની કડક કાયદેસરની નોટીસ પાઠવી દીધી છે. ટ્રાફિકને અડચણરૂપ 30 વાહનો પાસેથી દંડ વસૂલાયો બીજી તરફ જાહેર માર્ગો અને સર્વિસ રોડ પર આડેધડ વાહનો પાર્ક કરીને ટ્રાફિક વ્યવસ્થાને સંપૂર્ણપણે ખોરવતા તત્વો સામે ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો હતો. રસ્તા પર વાહનવ્યવહારને નડતરરૂપ બને તે રીતે ગેરકાયદેસર પાર્ક કરેલા કુલ 30 વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી જપ્ત કરવામાં આવ્યા હતા અને તેમની પાસેથી કુલ રૂપિયા 15 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ સાથે જ કોર્પોરેશનની એસ્ટેટ શાખાની ટીમે પણ આક્રમક વલણ અપનાવીને જાહેર રસ્તાઓ, ફૂટપાથ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્ષો અને શોપિંગ સેન્ટરોના પાર્કિંગ એરિયામાં સામાન્ય જનતાની અવરજવર રોકતા ગેરકાયદેસર સામાન અને પાકા-કાચા દબાણોને સંપૂર્ણપણે હટાવી દીધા હતા. આ જપ્તીની કડક કાર્યવાહી દરમિયાન એસ્ટેટ શાખા દ્વારા 18 લારી-ગલ્લા, 1 ટેમ્પો, 1 ગેસ ચુલો, 4 કાઉન્ટર, 7 ટેબલ અને 206 ખુરશીઓ જેવો મોટો સામાન જપ્ત કરી કચેરી ખાતે જમા લઈ લેવાયો હતો. આ મેગા ડ્રાઈવ માત્ર ટ્રાફિક અને દબાણ પૂરતી સીમિત ન રહેતા શહેરની સ્વચ્છતા જાળવવા માટે પણ કટિબદ્ધ દેખાઈ હતી. મહાપાલિકાની સેનિટેશન શાખા દ્વારા જાહેર સ્થળો પર કચરો અને ગંદકી ફેલાવીને ન્યુસન્સ ઊભું કરતા બેજવાબદાર ઇસમો અને વેપારીઓ વિરૂદ્ધ કાયદાકીય શિકંજો કસવામાં આવ્યો હતો.સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી સેનિટેશન શાખાની ટીમે સ્થળ પર જ રૂપિયા 20,500 નો દંડ ફટકારી વસૂલાત કરી હતી. મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, લોક સુખાકારી, આરોગ્ય અને જાહેર જનતાની સલામતીના ભાગરૂપે આ પ્રકારની દબાણ હટાવવાની અને ટ્રાફિક નિયમનની ઝુંબેશ આગામી સમયમાં પણ કોઈ પણ જાતની શેહશરમ રાખ્યા વિના સતત ચાલુ રાખવામાં આવશે. સમગ્ર ગાંધીનગર શહેરમાં વાહનચાલકોને ટ્રાફિક ફ્રી સર્વિસ રોડ ઉપલબ્ધ થાય અને તમામ વ્યાપારી કોમ્પ્લેક્ષોના બેઝમેન્ટ પાર્કિંગ યોગ્ય રીતે માત્ર વાહનો માટે જ કાર્યરત થાય તે સુનિશ્ચિત કરવા માટે આગામી દિવસોમાં આખા શહેરમાં આ પ્રકારે જ સઘન આકસ્મિક ઝુંબેશ હાથ ધરીને વધુ કડક કાનૂની પગલાં લેવાશે. ત્યારે મનપાની આ ઝુંબેશથી હાલ તો ગેરકાયદેસર દબાણ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    સાંસદ ધવલ પટેલે દરિયાઈ ધોવાણગ્રસ્ત વિસ્તાર દાંતી-કકવાડીની મુલાકાત લીધી:ગ્રામજનોની રજૂઆતો સાંભળી, પ્રોટેક્શન વોલનું કામ પૂર્ણ કરવા ખાતરી આપી
    Next Article
    અધ્યાપકોના 12થી વધુ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા મહામંડળની CM-શિક્ષણમંત્રીને રજૂઆત:2024ની બેઠકના નિર્ણયોનો અમલ ન થતા ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળનો સ્મૃતિપત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment