Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ:મોરબીમાં ડૉ. મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રસેવાના આદર્શોને યાદ કરાયા

    20 hours ago

    મોરબીમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ તેમના રાષ્ટ્રપ્રેમ અને દેશની એકતા-અખંડિતતા માટેના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ડૉ. મુખર્જીને રાષ્ટ્રવાદના પ્રખર પ્રણેતા તરીકે યાદ કરાયા હતા. અખંડ ભારતના તેમના સ્વપ્ન માટે આપેલું બલિદાન આજે પણ દેશવાસીઓ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. આ પ્રસંગે મોરબીના સર્વાંગી વિકાસ, પારદર્શક વહીવટ અને જનકલ્યાણના કાર્યો માટે પ્રતિબદ્ધ રહેવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. સ્વચ્છ, સુંદર, સુવિધાસભર અને વિકસિત મોરબીનું નિર્માણ તેમના આદર્શોને સાચી શ્રદ્ધાંજલિ હોવાનું જણાવાયું હતું. આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના મેયર, કોર્પોરેટરો, ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના વિચારોને જીવનમાં ઉતારી રાષ્ટ્રસેવા અને સમાજસેવાના કાર્યોમાં વધુ સમર્પિત થવાનો સંકલ્પ લીધો હતો. "રાષ્ટ્ર પ્રથમ"ના તેમના મંત્રને આત્મસાત કરીને વિકસિત ભારત સાથે વિકસિત મોરબીના નિર્માણ માટે સતત કાર્યરત રહેવું એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ હોવાનું કાર્યક્રમમાં ભારપૂર્વક જણાવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    DDO વિદ્યાસાગરની હાજરીમાં ત્રણ ગામોમાં શાળા પ્રવેશોત્સવ:મોરબીના આંબાવાડી, નાની વાવડી અને રાજપરમાં ઉજવણી
    Next Article
    ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ:સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓએ ડો.મુખર્જીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment