Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ચાલતા નકલી બ્લડ પ્લાઝમાના રેકેટનો પર્દાફાશ:ચાંગોદરની લેબોરટરીમાં અસલી પ્લાઝમા કાઢી સ્લાઈન વોટર ભરી દેતા, પૈસા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા

    18 hours ago

    દર્દીઓને ચડાવવામાં આવતા અને કેન્સરની દવામાં ઉપયોગ થતા બ્લડ પ્લાઝમાને પણ હવે કૌભાંડીઓએ નથી છોડ્યા. અમદાવાદના ચાંગોદરમાં ધમધમતી એક લેબોરેટરીમાં બ્લડમાંથી અસલી પ્લાઝમા કાઢી તેની જગ્યાએ સ્લાઈન વોટર ઉમેરી અડધા ભાવે વેચી નાખતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.મામૂલી રકમ માટે લોકોના આરોગ્યની ચિંતા કર્યા વગર ચાલતા આ રેકેટની સનસનીખેજ વિગતો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. નકલી પ્લાઝમાના કારણે કોઈ દર્દીની તબિયત લથડી છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ રેકેટમાં ચાર લોકો સામેલ હોવાનું સામે આવ્યું છે. ચાંગોદરની એક લેબોરેટરીમાં નકલી પ્લાઝમાનું રેકેટ ચાલતું હતું અમદાવાદ ગ્રામ્ય એસઓજીને બાતમી મળી હતી કે, ચાંગોદરમાં એક નકલી બ્લડ બેન્ક આવેલી છે. જે ઓરિજનલ પ્લાઝમાને ડુપ્લીકેટ પ્લાઝમા સાથે રિપ્લેસ કરીને અડધી કિંમતે બજારમાં વેચી રહી છે. એસઓજીની ટીમે લેબોરેટરીમાં રેડ કરીને તપાસ કરતા ત્યાંથી કેટલાક ઓરિજનલ પ્લાઝમા અને કેટલાક નકલી પ્લાઝમાના યુનિટ મળી આવ્યા હતા. આ સાથે જ પોલીસે મુખ્ય આરોપી દિનેશ ચૌધરી અને લેબોરેટરીના માલિક મોહન ગાયકવાડની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય બે આરોપી સપ્લાય કરતા હતા તે ડ્રાઇવર રફીક અને તેના સાથી જીતેન્દ્ર સોલંકીની પણ ધરપકડ કરી છે. આ રીતે ચલાવવામાં આવતું હતું રેકેટ પોલીસ તપાસમાં સામે આવ્યા મુજબ જ્યારે કોઈ લેબોરેટરીમાંથી કોઈ દર્દી માટે પ્લાઝમા મોકલવામાં આવે ત્યારે આરોપીઓ તે માણસાને ફોડી લેતા હતા અને તેની પાસેથી ઓરિજિનલ પ્લાઝમા મેળવી લેતા હતા. તેની જગ્યાએ નકલી પ્લાઝમા આપી દેતા હતા. ચાંગોદરની લેબોરેટરીમાં જે ઓરિજિનલ પ્લાઝમાં કાઢી લેવામાં આવ્યા હોય તે આરોપીઓ દ્વારા બજારમાં અડધા ભાવે વેચી નાખતા હતા. બ્લડ બેન્કમાંથી અસલી પ્લાઝમા લાવનાર રફીક અને જીતેન્દ્રનો સંપર્ક કરીને દિનેશ જુદા જુદા પ્લાઝમા મંગાવતો હતો જે બાદ તેને રિપ્લેસ કરવાનું કામ થતું હતું. છેલ્લા છ મહિનાથી રેકેટ ચાલતું હતું આરોપીઓ ભેગા મળીને છેલ્લા છ મહિનાથી આ નકલી પ્લાઝમાનું રેકેટ ચલાવતા હતા.ઓરિજનલ પ્લાઝમા બજારમાં 2 થી 5 હજાર રૂપિયા સુધીમાં વેચાય છે. ત્યારે આરોપીઓ ઓરિજનલ ચોરી કરી તેની જગ્યાએ નકલી પેક કરીને 1000 થી 3,000 સુધીમાં વેચતા હતા. અત્યાર સુધી આ નકલી પ્લાઝમા કેટલા દર્દીઓને ચઢાવાયા છે.આરોપીઓએ કઈ હોસ્પિટલમાં પ્લાઝમા સપ્લાય કર્યા છે તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે 1150 યુનિટ ઓરિજિનલ પ્લાઝમા સહિત કુલ 15 લાખ રૂપિયા નો મુદ્દા માલ કબજે કર્યો છે. દર્દીઓની સારવાર માટે અને કેન્સરની દવા માટે થાય છે ઉપયોગ પ્લાઝમા બ્લડના મહત્વનો ભાગ છે.પ્લાઝમાનો ઉપયોગ દર્દીઓમાં તો થાય જ છે સાથે જ એન્ટી કેન્સર ડ્રગ બનાવવા માટે પણ થાય છે.પ્લાઝમાને એક વખત નીકળ્યા બાદ - 18 ડીગ્રી ટેમ્પરેચરમાં રાખવું પડે છે પરંતુ આરોપીઓ તેને જેમ તેમ રાખતા હતા.કોઈ પણ પ્રકારની સાવચેતી વગર ઓરીજનલ પ્લાઝમા ને પણ આઈસ બોક્સમાં રાખવામાં આવતું હતું. જેનાથી તે બગડી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસ દ્વારા આ રેકેટમાં અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બ્લડ બેંકનો માલિક મોહન ગાયકવાડ છે. જે લેબોરેટરી ટેક્નોલોજીમાં ડીપ્લોમાં છે. તે પહેલાથી જ બ્લડ બેંક સાથે જોડાયેલો છે તે અનુભવના આધારે આ ગુનો આચર્યો છે. જ્યારે દિનેશનું કોઈ મેડિકલ બ્રેક ગ્રાઉન્ડ નથી. તે માત્ર બીકોમ પાસે છે. તે સેલ્સ એક્ઝિક્યુટિવ હતો અને બ્લડ બેંક સાથે લાયઝનીંગનું કામ કરતો હતો. જ્યારે અન્ય બે આરોપીઓ બ્લડ બેંકમાં બ્લડ લાવવા લઈ જવાનું કામ કરતા હતા.
    Click here to Read More
    Previous Article
    સિંગરવા ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા સાયકલ વિતરણ:ગામની મહિલાઓને રોજગાર માટે અને વિદ્યાર્થીઓને સાઇકલ વિતરણ કરીને પ્રોત્સાહિત કરાયા
    Next Article
    દાહોદ સેન્ટ મેરી સ્કૂલના વિદ્યાર્થીઓની પર્યાવરણ જાગૃતિ રેલી:વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ આપ્યો; નગરજનો પણ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment