Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંગરવા ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા સાયકલ વિતરણ:ગામની મહિલાઓને રોજગાર માટે અને વિદ્યાર્થીઓને સાઇકલ વિતરણ કરીને પ્રોત્સાહિત કરાયા

    19 hours ago

    અમદાવાદ ખાતે સિંગરવા ગ્રામ પંચાયત અને સરપંચ અંકિતસિંહ ચૌહાણ તથા તેમની માતા સીતાબેન ચૌહાણ દ્વારા 'નવચક્ર યોજના'નો સફળતાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો. 'સપનાઓને ગતિ, ભવિષ્યને દિશા' અને 'એક સાઇકલ, લાખો સપના' ના મુખ્ય સૂત્ર સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રવક્તા અને સરપંચ અંકિતસિંહ ચૌહાણ યોજનાના મુખ્ય ધ્યેય પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, આ યોજનાનો મુખ્ય હેતુ "ગામની મહિલાઓને રોજગાર આપવાનો અને સરકારી શાળાના છોકરાઓને સાઇકલ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સાઇકલના માધ્યમથી લાખો બાળકોના સપનાઓને નવી પાંખો આપવાનો અને દીકરીઓમાં આત્મવિશ્વાસ જગાવવાનો છે, જેથી "હર બચ્ચે તક શિક્ષા" અને "હર બેટી તક સમ્માન" નો સંકલ્પ સાકાર થઈ શકે. 'નવચક્ર યોજના' એ માત્ર એક સાઇકલ વિતરણનો કાર્યક્રમ નથી, પરંતુ સમાજના છેવાડાના માનવી સુધી પ્રગતિ અને સન્માન પહોંચાડવાનું એક મહા-અભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય "હર યુવા કો અવસર" અને "હર ઘર તક પ્રગતિ" લાવવાનો છે. આ યોજનાના સુચારુ સંચાલન અને વ્યાપક પ્રભાવ માટે મુખ્ય સ્તંભો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં શિક્ષણ અંતર્ગત ગુણવત્તાપૂર્ણ શિક્ષણને દરેક બાળકનો મૂળભૂત અધિકાર ગણીને સાઇકલ દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે શાળા સુધી પહોંચવું સરળ બનાવવામાં આવશે. તેમજ મહિલા સશક્તિકરણ દ્વારા ગામની બહેનો-મહિલાઓને રોજગારી પૂરી પાડી આત્મનિર્ભર મહિલાઓ અને સશક્ત સમાજનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, આ યોજના અંતર્ગત સાઇકલ નિર્માણ અને સ્થાનિક સ્તરે કૌશલ્ય વિકાસ તેમજ પ્રશિક્ષણ દ્વારા યુવા રોજગાર માટે નવી તકો ઊભી કરવામાં આવશે, જે "દેશમાં નિર્માણ, દેશ માટે સમર્પણ" ની ભાવના સાથે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને વેગ આપી વૈશ્વિક સ્તરે ભારતનો વિશ્વાસ મજબૂત કરશે.
    Click here to Read More
    Previous Article
    સોનમ રઘુવંશી જેવી જ નીકળી સિયા:યુવતીએ પ્રેમી સાથે મળીને ફિયાન્સને 400 ફૂટ ઊંડી ખીણમાં ફેંક્યો; 17 કરોડમાં લગ્ન થવાના હતા; બે ચાર્ટર્ડ પ્લેન બુક હતા
    Next Article
    અમદાવાદમાં ચાલતા નકલી બ્લડ પ્લાઝમાના રેકેટનો પર્દાફાશ:ચાંગોદરની લેબોરટરીમાં અસલી પ્લાઝમા કાઢી સ્લાઈન વોટર ભરી દેતા, પૈસા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment