Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ:મોહરમ પર્વમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ અધિકારીઓ-આગેવાનોએ ચર્ચા કરી

    12 hours ago

    આગામી મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણીના ઉદ્દેશ્ય સાથે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક આજે બપોરે 4:00 વાગ્યે યોજાઈ હતી. આ બેઠકમાં સોનગઢ પોલીસ સ્ટેશનના PSI કે.આર. ચૌધરી, એ.સી. ચૌધરી અને વાય.સી. જરગેલા ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ નગરની વિવિધ મસ્જિદોના પ્રમુખો, આગેવાનો અને વડીલો સાથે ચર્ચા કરી હતી. શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા અંગેની આ ચર્ચામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં નદીમભાઈ, અલીફ નગર ઇસ્લામપુરા મસ્જિદના પ્રમુખ કૈયુમભાઈ મલેક, ગુલસને મસ્જિદના પ્રમુખ શહીદ ઉર્ફ સદ્દામભાઈ, મસ્જિદે મોહમદિયાના પ્રમુખ સાબીરભાઈ પઠાણ, સાદિકખાન એસ પઠાણ તેમજ શિયા મસ્જિદના ટ્રસ્ટીગણ અને ગામના મુસ્લિમ સમાજના વડીલોનો સમાવેશ થાય છે. પોલીસ અને સમાજના આગેવાનો વચ્ચે પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચર્ચાઓ થઈ હતી. પરંપરાગત રીતે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મોહરમની ઉજવણી થાય તે બાબતે સકારાત્મક વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં નવી શાળાનું ઉદ્ઘાટન, પ્રવેશોત્સવ 2026 ઉજવાયો:જાયન્ટ્સ ગ્રુપ દ્વારા કીટ વિતરણ સાથે કન્યા કેળવણી પર ભાર
    Next Article
    બનાસકાંઠામાં ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ શરૂ:દૂરદરાજ આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ ઘરઆંગણે પહોંચશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment