Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં સિંહબાળનું સફળ રેસ્ક્યૂ:વાળંદ સોસાયટીના ખુલ્લા કૂવામાં ખાબકેલા સિંહબાળને એક કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢ્યું

    2 days ago

    ​જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં માનવ અને વન્યજીવોના સહઅસ્તિત્વ વચ્ચે અવારનવાર સિંહો રહેણાંક વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. આવી જ એક ચોંકાવનારી ઘટના આજે વહેલી સવારે જૂનાગઢ શહેરમાં સામે આવી છે, જ્યાં એક સિંહબાળ અકસ્માતે ખુલ્લા કૂવામાં ખાબક્યું હતું. સિંહબાળ કૂવામાં પડતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ખુલ્લા કૂવામાં સિંહબાળ ખાબક્યું ​આજે વહેલી સવારે અંદાજે 5:00 વાગ્યે જૂનાગઢ શહેર વિસ્તારમાં આવેલી વાળંદ સોસાયટીમાં એક ખુલ્લા કૂવામાં સિંહબાળ ખાબક્યું હોવાની વિગતો સામે આવી હતી. આ અંગેની માહિતી તાત્કાલિક જૂનાગઢ વન વિભાગના ડુંગર સાઉથ રેન્જના સ્ટાફને આપવામાં આવી હતી. વહેલી સવારે સિંહબાળ કૂવામાં પડ્યું હોવાના સમાચાર મળતા જ વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. એક કલાકની જહેમત બાદ સિંહબાળને બહાર કાઢ્યું ​વન વિભાગની રેસ્ક્યુ ટીમે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક સ્થળ પર પહોંચી સુનિયોજિત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. વન વિભાગના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવીને આશરે 6:00 વાગ્યે, એટલે કે માત્ર એક કલાકની અંદર સિંહબાળને કૂવામાંથી સફળતાપૂર્વક અને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યું હતું. વન વિભાગની કુશળતાના કારણે આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સિંહબાળને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નહોતી. જૂનાગઢ વન વિભાગના ડુંગર સાઉથ રેન્જના સ્ટાફ દ્વારા બજાવવામાં આવેલી આ ફરજ તેમની સતર્કતા, ઝડપી પ્રતિસાદ, શાનદાર ટીમવર્ક અને વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જૂનાગઢ વન વિભાગ દ્વારા માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ જાળવવા તેમજ વન્યજીવોના અસરકારક સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે સ્થાનિક સ્તરે સતત સજાગ અને કાર્યક્ષમ કામગીરી કરવામાં આવી રહી છે, જે આ ઘટના પરથી ફરી એકવાર સાબિત થયું છે. ​સિંહબાળને તબીબી તપાસ માટે ખસેડવામાં આવ્યું ​કૂવામાંથી બહાર કાઢ્યા બાદ હાલમાં સિંહબાળને વન વિભાગની દેખરેખ હેઠળ જરૂરી તબીબી તપાસ માટે ખાસ ખસેડવામાં આવ્યું છે. જ્યાં વન વિભાગના તબીબો દ્વારા તેની શારીરિક સ્થિતિનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તબીબી તપાસ દરમિયાન સિંહબાળ સંપૂર્ણપણે સ્વસ્થ અને તંદુરસ્ત હોવાનું વન વિભાગ દ્વારા જાહેર કરાયા બાદ, તેને ફરીથી તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે છોડવામાં આવશે અને જંગલમાં તેની માતા સાથે તેનું પુનઃમિલન કરાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    27 કરોડનો પંત 15 કરોડમાં દિલ્હી કેપિટલ્સમાં પાછો ફર્યો:13.50 કરોડમાં કુલદીપ લખનઉમાં સામેલ, બંને ટીમો વચ્ચે ટ્રેડ થયો
    Next Article
    "Know Story Of Wife Looking For Husband In Chengalpattu Court": DMK Jabs Vijay

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment