Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    27 કરોડનો પંત 15 કરોડમાં દિલ્હી કેપિટલ્સમાં પાછો ફર્યો:13.50 કરોડમાં કુલદીપ લખનઉમાં સામેલ, બંને ટીમો વચ્ચે ટ્રેડ થયો

    2 days ago

    IPL ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી રિષભ પંતની દિલ્હી કેપિટલ્સ (DC)માં વાપસી થઈ ગઈ છે, જ્યારે સ્પિનર કુલદીપ યાદવ હવે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) માટે રમશે. બંને ટીમો વચ્ચે આ ટ્રેડ થયો છે. આ IPL પછી પંતે લખનઉની કેપ્ટનશીપ છોડી દીધી હતી. લખનઉએ IPL 2025ના ઓક્શનમાં પંતને રેકોર્ડ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા, જે IPL ઇતિહાસની સૌથી મોટી બોલી હતી. હવે ટ્રેડ પછી તે 15 કરોડ રૂપિયાની ફી પર દિલ્હી સાથે જોડાયો છે. જ્યારે, કુલદીપ યાદવ 13.50 કરોડ રૂપિયાની પોતાની વર્તમાન ફી પર લખનઉમાં સામેલ થયો છે. પંત પહેલા પણ 9 સીઝન દિલ્હી માટે રમ્યો પંત ફરી એકવાર તે જ ફ્રેન્ચાઇઝીનો ભાગ બની ગયો છે, જ્યાં તેણે 2016થી 2024 ની વચ્ચે પોતાની કારકિર્દીની 9 સીઝન વિતાવી હતી. દિલ્હી કેપિટલ્સ માટે પંતે અત્યાર સુધી કુલ 111 મેચ રમી છે. 5 સીઝન પછી દિલ્હી કેપિટલ્સથી અલગ થયો કુલદીપ યાદવ આ ટ્રેડમાં કુલદીપ દિલ્હી કેપિટલ્સનો સાથ છોડીને લખનઉ સુપર જાયન્ટ્સમાં સામેલ થઈ ગયો છે. કુલદીપનો દિલ્હી સાથે 5 સીઝનનો એક અત્યંત સફળ પ્રવાસ રહ્યો છે, જે હવે આ ટ્રેડ સાથે સમાપ્ત થઈ ગયો છે. કુલદીપ વર્ષ 2022માં દિલ્હીની ફ્રેન્ચાઇઝી સાથે જોડાયો હતો. ત્યારથી અત્યાર સુધી તેમણે ટીમ માટે 65 મેચોમાં 72 વિકેટ પોતાના નામે કરી છે. આ બદલાવ કુલદીપ માટે પણ એક રીતે ઘર વાપસી જેવો હશે. તેણે ઘરેલું ક્રિકેટ ઉત્તર પ્રદેશથી રમ્યું છે, જ્યારે પંત દિલ્હીના ખેલાડી રહ્યો છે. , સ્પોર્ટ્સ સંબંધિત સમાચાર…. આંખમાં આંસુ અને ચહેરા પર સ્માઈલ!:ટીમ ઈન્ડિયાની જર્સી પર પોતાનું નામ જોઈ ભાવુક થયો વન્ડર બોય સૂર્યવંશી, કહ્યું- 'જેના માટે બેટ પકડ્યું હતું, એ સપનું પૂરું થયું' ભારતીય ક્રિકેટના ઉભરતા સિતારો વૈભવ સૂર્યવંશી માટે આખરે એ ક્ષણ આવી ગઈ છે, જેનું સપનું તેણે નાનપણથી જોયું હતું. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમમાં પહેલીવાર પસંદ કરાયેલા 15 વર્ષના આ યુવા બેટ્સમેને જ્યારે ટીમ ઈન્ડિયાની ઓફિશિયલ જર્સી પર પોતાનું નામ જોયું, ત્યારે તે અત્યંત ભાવુક થઈ ગયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર….
    Click here to Read More
    Previous Article
    Railway Board approves new terminal station for Ahmedabad-Okha Vande Bharat train; Check details
    Next Article
    જૂનાગઢમાં સિંહબાળનું સફળ રેસ્ક્યૂ:વાળંદ સોસાયટીના ખુલ્લા કૂવામાં ખાબકેલા સિંહબાળને એક કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment