Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ રીલવાળાઓએ તો ઉપાડો લીધો:અમદાવાદમાં ચાર રસ્તે ગાડીઓ આગળ યુવક ખુરશી લઈ બેઠો; નવસારીમાં યંગસ્ટર્સની ફાંકા ફોજદારી ‘આપણને તો પોલીસ પણ એસ્કોર્ટ આપે’

    3 days ago

    અમદાવાદ શહેરના શ્યામલ ચાર રસ્તા પર નવરાત્રિના પાસના પ્રમોશન માટે એક યુવક ખુરશી લઈને ટ્રાફિક સિગ્નલ પર ગાડીઓની આગળ બેસી ગયો હતો. જોકે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી જાનહાનિ ટળી હતી, પરંતુ પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી પ્રમોશનનો વીડિયો બનાવનાર યુવકનો વીડિયો વાઇરલ થતા ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે.પોલીસે વાઇરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. નવસારી શહેરમાં ગત(22 જૂન) રાત્રિના સમયે કેટલાક રીલના શોખીન યુવાનોએ કાયદાના લીરેલીરા ઉડાવી પોલીસની પીસીઆર વાન પાછળ પોતાની લક્ઝુરિયસ કાર દોડાવી ફાંકા ફોજદારી કરી કે ‘આપણને તો પોલીસ પણ એસ્કોર્ટ આપે’. આ યુવાનોએ પોલીસ પેટ્રોલિંગની કામગીરીની જાહેરમાં મજાક ઉડાવતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. પોતાની કથિત મોટી છબી ઊભી કરવાના ચક્કરમાં કાયદો-વ્યવસ્થાને હળવાશથી લેતા આ વીડિયોને કારણે નવસારીના સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને ગુનેગારો સામે તાત્કાલિક કડક પગલાં લેવાની માગ ઉઠી છે. ટ્રાફિક સિગ્નલ પર ખુરશી લઈ બેસી ગયો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા પેઇડ પ્રમોશન માટે અલગ અલગ તરકીબ અજમાવવામાં આવે છે ત્યારે એક યુવકે તો પ્રમોશન માટે હદ જ હટાવી દીધી હતી. લોકોની અવરજવરથી ભરચક એવું શ્યામલ ચાર રસ્તાનું ટ્રાફિક સિગ્નલ જે લાલ હતું ત્યારે ગાડીઓ ઉભી રહેતા યુવક ચાર રસ્તા પર ગાડીઓની આગળ બેસી ગયો હતો.યુવકે નવરાત્રિના પાસ માટે વીડિયો પણ બનાવ્યો હતો. જીવ જોખમમાં મૂકી પેઇડ પ્રમોશનનો વીડિયો બનાવ્યો વીડિયો બનાવી યુવક નીકળી ગયો અને ખુરશી પણ સાથે લેતો ગયો હતો.જોકે સિગ્નલ લાલ હતું જેથી કોઈ ઘટના બની નહોતી, પરંતુ યુવકે પોતાનો અને વાહન ચાલકોનો જીવ જોખમમાં મૂકી પૈસા કમાવવા પ્રમોશનનો વીડિયો બનાવ્યો હતો, જે હાલમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેને લઈને એન ડિવિઝન ટ્રાફિક પોલીસે વાઇરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે. ‘અમારી ભૂલ થઈ ગઈ કે આ રીતે વીડિયો બનાવ્યો’ આ વાઇરલ વીડિયો 360 EVENTS નામના ઈન્સ્ટાગ્રામના પેજ માટે બનાવવામાં આવ્યો હતો. વીડિયો વાઇરલ થતા જ પેજ પરથી વીડિયો ડિલીટ કરવામાં આવ્યો છે. આ પેજ ચલાવનાર હિતેશ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે પેજ મારું છું અને મારા મિત્રએ જ આ વીડિયો બનાવ્યો છે. અમારી ભૂલ થઈ ગઈ કે આ રીતે વીડિયો બનાવ્યો. તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે: PI એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ હરદીપસસિંહ સોઢાએ જણાવ્યું હતું કે વાઇરલ વીડિયો ક્યાંનો છે તે તપાસ કરવામાં આવશે જે બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નવસારીમાં પોલીસ પેટ્રોલિંગની કામગીરીનો જાહેરમાં મજાક ઉડાવતો વીડિયો નવસારી શહેરમાં ગત(22 જૂન) રાત્રિના સમયે કેટલાક રીલના શોખીન યુવાનોએ કાયદાના લીરેલીરા ઉડાવી પોલીસની પીસીઆર વાન પાછળ પોતાની લક્ઝુરિયસ કાર દોડાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ યુવાનોએ પોલીસ પેટ્રોલિંગની કામગીરીની જાહેરમાં મજાક ઉડાવતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. પોતાની કથિત મોટી છબી ઊભી કરવાના ચક્કરમાં કાયદો અને વ્યવસ્થાને હળવાશથી લેતા આ વીડિયોને કારણે નવસારીના સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને ગુનેગારો સામે તાત્કાલિક કડક પગલાં લેવાની માગ ઉઠી છે. રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પીસીઆર વાનનો પીછો કર્યો ઘટનાની વિગત મુજબ, ગત રાત્રિના સમયે નવસારી પોલીસની પીસીઆર વાન તેના નિયમિત રૂટ મુજબ શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતી એક કારમાં સવાર કેટલાક ઉદ્દંડ યુવાનોએ પોલીસની ગાડીની બિલકુલ પાછળ પોતાની કાર હંકારી મૂકી હતી. આટલું જ નહીં, કારમાં બેઠેલા યુવાનોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં શૂટ કરવાનું શરૂ કર્યું હતું. 'પોલીસ પ્રોટેક્શન'નો દેખાડો કરી સોશિયલ મીડિયા પર વીડિયો મૂક્યો વાઇરલ થયેલા આ વીડિયોમાં યુવાનો એવો રોફ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જાણે નવસારી પોલીસ તેમને સ્પેશિયલ પ્રોટેક્શન કે વીઆઈપી એસ્કોર્ટ આપી રહી હોય. કારની અંદરથી શૂટ થઈ રહેલા વીડિયોમાં એક યુવાન બેખોફ અંદાજમાં અંગ્રેજીમાં કહી રહ્યો છે કે, ‘નવસારીમાં પોલીસ અમને એસ્કોર્ટ આપવા આવી છે, વી આર કિડિંગ, બટ ધેટ કાઇન્ડ ઓફ સ્ટેટ્સ વી આર હેવિંગ’ (નવસારીમાં પોલીસ અમને એસ્કોર્ટ આપી રહી છે, અમે મજાક કરીએ છીએ પણ અમારું સ્ટેટસ આવું જ કંઈક છે). કાયદાના ડર વિના ખાખીની મજાક ઉડાવતા શહેરીજનોમાં આક્રોશ ખાખી વર્દી અને કાયદાના સહેજ પણ ડર વિના આ યુવાનોએ આ રિલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી દીધી હતી, જે જોતજોતામાં વાઇરલ થઈ ગઈ હતી. આ વીડિયો સામે આવ્યા બાદ નવસારીના જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો કહી રહ્યા છે કે સોશિયલ મીડિયા પર સસ્તા પ્રચાર માટે પોલીસતંત્રની મજાક ઉડાવવી એ અસહ્ય છે. શહેરીજનો હવે માગ કરી રહ્યા છે કે પોલીસ તંત્ર આવા તત્વોને શોધીને તેમની સામે દાખલારૂપ અને કડક કાયદાકીય પગલાં ભરે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં લેવાની કે કાયદાની મજાક બનાવવાની હિંમત ન કરે.
    Click here to Read More
    Previous Article
    ચકમપર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ, વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:નવા વિદ્યાર્થીઓનું સ્વાગત, કીટ વિતરણ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન
    Next Article
    Naresh Gujral duped of Rs 7.8 crore: Mule account holder nabbed, promised 5% cut

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment