Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચકમપર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ, વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:નવા વિદ્યાર્થીઓનું સ્વાગત, કીટ વિતરણ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન

    3 days ago

    રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-2026 અંતર્ગત મોરબી તાલુકાની ચકમપર પ્રાથમિક શાળામાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભા દર્શાવનારા કૌશલ્યશાળી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. અનેક દાતાઓએ શૈક્ષણિક કીટ માટે સહયોગ આપ્યો હતો, જે બદલ તેમનો આભાર વ્યક્ત કરાયો હતો. પ્રવેશોત્સવની સાથે ચકમપર ગામના લોકો, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓના સહયોગથી સરદાર બાગ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગામને હરિયાળું અને સ્વસ્થ પર્યાવરણ પૂરું પાડવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણની સાથે પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને વૃક્ષોનું જતન કરવા પ્રેરિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    વઢવાણના કારયાણી ગામે કન્યા કેળવણી મહોત્સવ યોજાયો:પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીએ શાળા પ્રવેશોત્સવમાં બાળકો સાથે સંવાદ કર્યો
    Next Article
    આ રીલવાળાઓએ તો ઉપાડો લીધો:અમદાવાદમાં ચાર રસ્તે ગાડીઓ આગળ યુવક ખુરશી લઈ બેઠો; નવસારીમાં યંગસ્ટર્સની ફાંકા ફોજદારી ‘આપણને તો પોલીસ પણ એસ્કોર્ટ આપે’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment