Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શામળાજી દેવની મોરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો:મંત્રી પી.સી. બરંડાએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી

    1 day ago

    રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-2026 અંતર્ગત શામળાજી તાલુકાની શ્રી દેવની મોરી આદર્શ પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું અને તેમને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું. મંત્રી બરંડાએ વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. તેમણે બાળકોના શિક્ષણ, સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સૌના સહયોગનું આહ્વાન કર્યું હતું. બાળકોના ચહેરા પર ખુશી અને શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, મંત્રીએ નવનિર્મિત શાળા ભવનનું લોકાર્પણ કર્યું હતું અને નવી શૈક્ષણિક સુવિધાઓનું અવલોકન કર્યું હતું. તેમણે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ની બેઠકમાં પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં શાળાના વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    આ રીલવાળાઓએ તો ઉપાડો લીધો:અમદાવાદમાં ચાર રસ્તે ગાડીઓ આગળ યુવક ખુરશી લઈ બેઠો; નવસારીમાં યંગસ્ટર્સની ફાંકા ફોજદારી ‘આપડાને તો પોલીસ પણ એસ્કોર્ટ આપે’
    Next Article
    ગોધરાના છબનપુરમાં કુવામાં પડતા 20 વર્ષીય યુવકનું મોત:ફાયર વિભાગના જવાનોએ કામગીરી હાથ ધરી મતદેહ બહાર કાઢ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment