Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવગઢ બારીઆ પોલીસે પાનમ નદીમાં ગેરકાયદે રેતી ખનન ઝડપી પાડયુ:હીટાચી મશીન, ટ્રેક્ટર, લોડર જપ્ત, રેતી ખનન માફીયાઓમા ફફડાટ

    12 hours ago

    દેવગઢ બારીઆ તાલુકાના ઉચવાણ ગામની સીમમાં પાનમ નદીના પટમાં ધમધમતા ગેરકાયદે રેતી ખનનના કૌભાંડ પર પોલીસે તવાઈ બોલાવી છે. લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ખનન કાર્યમાં વપરાતું એક હીટાચી મશીન જપ્ત કર્યું છે. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીને પગલે સમગ્ર પંથકમાં સક્રિય બનેલા રેતી માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે જપ્ત કરેલા મશીનને નિયમાનુસાર જરૂરી કાર્યવાહી અર્થે જિલ્લાના ખનીજ વિભાગને સોંપી દીધું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, દેવગઢ બારીઆ તાલુકામાંથી પસાર થતી પાનમ અને ઉજ્જળ નદીના પટમાં છેલ્લા કેટલાય સમયથી રેતી માફિયાઓ દ્વારા બેફામ ખનન કરવામાં આવી રહ્યું છે. રાત-દિવસ ચાલતા આ ખનનને કારણે નદીનું પર્યાવરણ જોખમમાં મુકાયું છે અને આસપાસના વિસ્તારોમાં પણ નુકસાન થઈ રહ્યું છે. રેતી માફિયાઓ અહીં હીટાચી મશીન, લોડર અને ટ્રેક્ટરોનો ઉપયોગ કરીને દિવસના પ્રકાશમાં તેમજ રાત્રિના અંધારામાં રેતી ઉપાડી રહ્યા હતા. આ મામલે અગાઉ પણ અનેક વખત ફરિયાદો ઉઠી હતી, પરંતુ તંત્રની કથિત મિલીભગત કે નિષ્ક્રિયતાને કારણે આ કાળો કારોબાર બેરોકટોક ચાલુ હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ દરોડાની કાર્યવાહીમાં ઉચવાણ ગામના નેસ ફળિયા નજીકથી પાનમ નદીના પટમાંથી હીટાચી મશીન પકડાયું છે. રેડ દરમિયાન પોલીસને જોઈને કેટલાક મશીન ઓપરેટરો અને માફિયાઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ વિસ્તારમાં એક જ નહીં પરંતુ અનેક હીટાચી મશીન, લોડર અને રેતી ભરેલા ટ્રેક્ટરો કાર્યરત હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી જપ્ત કરેલા સાધનોને કબ્જે કરીને ખનીજ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ₹1.70 કરોડના સુવિધાપથનું લોકાર્પણ:ચિત્તલ હાઈસ્કૂલ નજીક અને નવાણવાડી ખાતે નાગરિકોને કાયમી સુવિધા પ્રાપ્ત થઈ
    Next Article
    ઘુડખર અભયારણ્ય આજથી પ્રવાસીઓ માટે બંધ:ગત વર્ષે 25,000 પ્રવાસીઓ આવ્યા, વન વિભાગને ₹31 લાખની આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment