Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાની વાવડીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ:મેયર ઉત્તમ સુરાણીની ઉપસ્થિતિમાં નવપ્રવેશી વિદ્યાર્થીઓનું સ્વાગત

    2 days ago

    મોરબીના નાની વાવડી ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત મોરબી અને સમગ્ર શિક્ષા મોરબીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી (DDO), સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેટરો, વિવિધ વિભાગોના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શાળામાં પ્રથમવાર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક, ફૂલહાર અને મીઠાઈ આપી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. નવપ્રવેશી વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. શાળામાં પ્રથમ વખત પ્રવેશ મેળવનારા બાળકો અને તેમના વાલીઓએ આ પ્રસંગે આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. મેયર ઉત્તમ સુરાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, શિક્ષણ એ બાળકના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. તેમણે ઉમેર્યું હતું કે, દરેક બાળક શિક્ષણ સાથે જોડાય અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપે તે માટે સૌએ સંકલ્પબદ્ધ બનવું જોઈએ. 'ઉત્સવ બાળકોના સર્વાંગી વિકાસનો' સૂત્રને સાર્થક કરતો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ઉપસ્થિત મહાનુભાવોમાં આનંદ, ઉત્સાહ અને નવી આશાનો સંચાર કરીને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    કંડમ એસટી બસમાંથી બની સ્માર્ટ સ્કૂલ:એક બસમાં 20થી વધુ બાળકો ભણશે, શાળા પ્રવેશોત્સવે હર્ષ સંઘવીએ કરી પ્રશંસા
    Next Article
    With Iran, US Signing Peace Deal, Where Does That Leave Netanyahu?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment