Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં નવા બનતા બ્રિજનો નમેલો ગર્ડર તોડી પડાયો:રેલવે અધિકારીનો ખુલાસો, કહ્યું- વીડિયો દોઢ મહિના જૂનો; સપોર્ટિંગ સ્ટ્રક્ચર હટાવતી વખતે બેન્ડ થયો હતો, નવો નખાશે

    10 hours ago

    સુરતરના રેલવે ગોડાઉન વિસ્તારમાં નિર્માણ હેઠળના બ્રિજનો એક ગર્ડર તૂટી પડ્યાનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેની સત્યતા તપાસવા કરવા દિવ્ય ભાસ્કર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. જેમાં આ વીડિયો દોઢ મહિનો જૂનો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે રેલવેના એક ઉચ્ચ અધિકારીએ સત્તાવાર ખુલાસો કરતા જણાવ્યું છે કે, વાઇરલ થઈ રહેલો આ વીડિયો હાલનો નથી, પરંતુ આશરે દોઢ મહિના જૂનો છે. પિલરની ઉપર જે ગર્ડર રાખવામાં આવ્યો હતો, તેનું ટેમ્પરરી સપોર્ટિંગ સ્ટ્રક્ચર હટાવતી વખતે આ ગર્ડર એકાએક બેન્ડ થઈ ગયો હતો. આ ઘટના બાદ તુરંત જ ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી અને સલામતીના ભાગરૂપે તેને તોડી પાડીને ત્યાંથી સંપૂર્ણપણે ડિસ્મેન્ટલ (દૂર) કરવાનો નિર્ણય લેવાયો હતો. હવે આ જગ્યાએ નવો ગર્ડર કાસ્ટ કરીને બેસાડવામાં આવશે. ₹496 કરોડના ખર્ચે સિટકો કંપની બનાવી રહી છે 5 કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ, વરાછા સુધી જોડાણ થશે બનાવની વિગત એવી છે કે, સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ પ્રોજેક્ટ અંતર્ગત સહારા દરવાજાથી લઈને સુરત મુખ્ય રેલવે સ્ટેશનના પાછળના ભાગથી વરાછા લંબે હનુમાન રોડ સુધીનો એલિવેટેડ રોડ તૈયાર થઈ રહ્યો છે. આશરે 5 કિલોમીટર લાંબો આ બ્રિજ પ્રોજેક્ટ સિટકો (SITCO) કંપની દ્વારા અંદાજે 496 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવ્યો છે. જે તે સમયે ગર્ડર નમી જવાની ઘટના સામે આવ્યા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષાત્મક પગલાં ભરીને જોખમી હિસ્સો હટાવવાની કવાયત પૂરી કરી દેવાઈ હતી અને હાલ પ્રોજેક્ટનું કામ આગળ ધપી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આંખમાં આંસુ અને ચહેરા પર સ્માઈલ!:ટીમ ઈન્ડિયાની જર્સી પર પોતાનું નામ જોઈ ભાવુક થયો વન્ડર બોય સૂર્યવંશી, કહ્યું- 'જેના માટે બેટ પકડ્યું હતું, એ સપનું પૂરું થયું'
    Next Article
    વસ્ત્રાલ તળાવ ગાર્ડનમાં અસંખ્ય માછલીઓના મોત:AMCની બેદરકારીના કારણે સ્થિતિ સર્જાઈ; સ્થાનિકોમાં રોષ; અગાઉ સાબરમતી નદીમાં બની હતી આ ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment