Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં શાળા પ્રવેશોત્સવ શરૂ:નાણા રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં બાજીપુરામાં ભૂલકાઓનું સ્વાગત

    2 days ago

    ગુજરાત સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યવ્યાપી ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે રાજ્યના નાણા રાજ્યમંત્રી ડૉ. કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ત્રિ-દિવસીય મહોત્સવનો શુભારંભ થયો. શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના નિર્ધાર સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી ત્રણ દિવસ સુધી આ પ્રવેશોત્સવ ચાલશે. બાળકો અને વાલીઓનું મનોબળ વધારવા માટે સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓને વિવિધ વિસ્તારોની શાળાઓમાં મોકલવામાં આવ્યા છે. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે શાળામાં પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓ અને કિશોરોને નાણા રાજ્યમંત્રી ડૉ. કમલેશભાઈ પટેલે આવકારીને તેમનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વર્ષ દરમિયાન સૌથી વધુ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને મંત્રીના હસ્તે પ્રશસ્તિપત્ર અને મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પ્રવેશોત્સવ દરમિયાન શાળાના બાળકોએ સુંદર એકપાત્રીય અભિનય અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. જેમાં શિક્ષણનું મહત્વ, મોબાઈલના વધુ પડતા ઉપયોગની આડઅસરો અને દીકરીનું મહત્વ (બેટી બચાવો) જેવા સામાજિક સંદેશા આપતા વિષયોને બાળકોએ પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યા હતા. આ પ્રસંગે પ્રેરણાદાયી ઉદબોધન આપતા નાણા રાજ્યમંત્રી ડૉ. કમલેશભાઈ પટેલે શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, "બાળકો દેશનું ભવિષ્ય છે અને શિક્ષણ એ પ્રગતિની સાચી ચાવી છે. વાલીઓએ દીકરીઓના શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત થવાની જરૂર છે જેથી કન્યા કેળવણીના લક્ષ્યને ખરા અર્થમાં સિદ્ધ કરી શકાય." આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, ગામના આગેવાનો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હર્ષ સંઘવીની IPS અધિકારીઓ સાથે મોડી રાત સુધી બેઠક:રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અને પોલીસ કામગીરીની સમીક્ષા
    Next Article
    ભરૂચમાં સાયબર ક્રાઇમ પોલીસે બે આરોપી ઝડપ્યા:ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ મોટી કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment