Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં મોહરમ નિયાઝ વખતે બે જૂથ વચ્ચે ધીંગાણું:બાળકોની ધકામુક્કી બાદ પથ્થરમારો, પાંચ ઘાયલ; સામસામે ફરિયાદ

    1 day ago

    જામનગરના બેડી સોઢા ફળી વિસ્તારમાં મોહરમની નિયાઝની પ્રસાદી લેવા દરમિયાન બાળકો વચ્ચે થયેલી ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે મારામારી અને પથ્થરમારાનો બનાવ બન્યો છે. આ ઘટનામાં પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બેડીમરીન પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદો નોંધાવવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ, અનવરભાઈ સુલેમાનભાઈ સંઘારે જણાવ્યું છે કે તેમની દીકરીનો દીકરો અને સામા પક્ષના દીકરા વચ્ચે નિયાઝની પ્રસાદી લેતી વખતે ધકામુક્કી થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખી તનવીર ગુલામ જેડા, ઝરીનાબેન ગુલામ રજાક જેડા, હુશેનાબેન ઓસમાણભાઈ જેડા, જુબીબેન રજાકભાઈ જેડા, શકીનાબેન અસગર જેડા, કાદર ઈસ્માઈલ ચૌહાણ અને ગુલામ રજાક જેડા સહિતના આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી હુમલો કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ ગાળો બોલી ઢીકાપાટુનો માર માર્યો અને પથ્થરમારો કર્યો હતો, જેમાં અનવરભાઈ તથા તેમના નવાસાને ઈજાઓ પહોંચી હતી. પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ફરિયાદના આધારે બેડીમરીન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 125(અ), 115(2), 118(1), 352, 351(2), 189(2), 191(2), 191(3), 190 તેમજ જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધ્યો છે. બીજી તરફ, ઝરીનાબેન ગુલામ રજાક જેડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના દીકરા અને અનવર સંઘારની દીકરી વચ્ચે નિયાઝની પ્રસાદી લેતી વખતે ધકામુક્કી થઈ હતી. ત્યારબાદ સમજાવવા જતાં યાસ્મીન અનવર સંઘાર, અનવર સંઘાર, ફરીદાબેન અનવર સંઘાર અને એજાજ અનવર સંઘાર ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલી મારપીટ કરી હતી. ફરિયાદ મુજબ, અનવર સંઘારે લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 352, 351(2), 54 તથા જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બેડીમરીન પોલીસ દ્વારા બંને ફરિયાદોના આધારે કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રોણવેલ ખાતે 117 યુનિટ રક્તદાન:યુવક મિત્ર મંડળ અને અતુલ ફંડ દ્વારા આઠમો કેમ્પ યોજાયો
    Next Article
    3 of family found dead in Bengaluru flat; daughter, boyfriend suspected

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment