Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સૌપ્રથમવાર બ્રહ્મ સમાજના પુરુષો માટે એવોર્ડ સમારોહ યોજાયો:નિયતિ બ્યુટી પાર્લર અને બિંદિયાબેન ઓઝા દ્વારા 'બ્રહ્મ-ગૌરવ' એવોર્ડ અપાયા

    2 days ago

    જામનગરમાં તા. 22/6/26 ના રોજ બ્રહ્મ સમાજના પુરુષો માટે સૌપ્રથમ વખત 'બ્રહ્મ-ગૌરવ' એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નિયતિ બ્યુટી પાર્લર અને બ્રહ્મસમાજ અગ્રણી બિંદિયાબેન ઓઝાના સંયુક્ત ઉપક્રમે સાત રસ્તા સર્કલ પાસે આવેલા બાબા આંબેડકર ભવન ખાતે યોજાયો હતો. આ પ્રસંગે પધારેલા તમામ મહેમાનોનું સમાજની દીકરીઓએ કંકુ તિલક કરીને સ્વાગત કર્યું હતું. આ એવોર્ડ સમારોહમાં બ્રહ્મ સમાજના વિવિધ ક્ષેત્રના 21 જેટલા શ્રેષ્ઠ અગ્રણીઓને આયોજકોના હસ્તે 'બ્રહ્મ-ગૌરવ' એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનિત થનારા મહાનુભાવોમાં નટુભાઈ ત્રિવેદી, કમલેશભાઈ ઓઝા, હિરેનભાઈ ગોપીયાણી, મેહુલભાઈ મહેતા, સચીનભાઈ જોષી, કિર્તીભાઈ કલ્યાણી, દિપકભાઈ દવે, કનકભાઈ ઓઝા, જયેશભાઈ જોષી, પીનાકીનભાઈ ભટ્ટ, જગતભાઈ રાવલ, જીજ્ઞેશભાઈ ભટ્ટ, રાજુભાઈ વ્યાસ, મિતેષસર, બિમલભાઈ ઓઝા, શાસ્ત્રી વિરલભાઈ નાકર, પ્રતિકભાઈ ભટ્ટ, સંજયભાઈ જાની, નિખીલભાઈ ભટ્ટ, નાનકભાઈ ત્રિવેદી અને પરિમલભાઈ ભટ્ટનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો તરીકે રાજકોટના અજયભાઈ શાસ્ત્રી, યુવા ભાજપ અગ્રણી કિશનભાઈ પંચાલ, જી.આર.ડી વેલ્ફેર ડાયરેક્ટર જયપાલસિંહ ઝાલા, શાસ્ત્રીજી મહેશભાઈ, તપોવન ફાઉન્ડેશનના પરેશભાઈ અને સંજયભાઈ જાની, કોર્પોરેટર દર્શનભાઈ શેઠ, વૃંદાવન જ્વેલર્સના પરેશભાઈ, બ્રહ્મસમાજ યુવા અગ્રણી દેવેનભાઈ જોષી, સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટના કેતનભાઈ ભટ્ટ, કેન્સરકેર કાઉન્સેલર વિઠ્ઠલભાઈ ધોળકીયા સહિત અનેક બ્રહ્મસમાજ અગ્રણીઓ તથા રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વેળાવાપુરામાં હુસૈની રક્તદાન શિબિર યોજાઈ:કરબલાના શહીદોની યાદમાં 300 યુનિટ રક્ત એકત્રિત, રેકોર્ડબ્રેક સંગ્રહ
    Next Article
    "I Was Very Angry": Messi's Big Admission After Making World Cup History

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment