Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના મોખાણા ગામની સીમમાં દીપડો દેખાયો:ગ્રામજનોમાં ચિંતા, વન વિભાગે શોધખોળ શરૂ કરી

    8 hours ago

    જામનગર તાલુકાના નવા મોખાણા ગામની સીમમાં ગઈકાલે મોડી રાત્રે દીપડો જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભય અને ચિંતા વ્યાપી ગઈ છે. રાત્રિના આશરે 12:45 વાગ્યે વાડી વિસ્તારમાં દીપડો બેઠેલો જોવા મળ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ તાત્કાલિક સાવચેતીના પગલાં લીધા હતા. એક સ્થાનિકે પોતાના મોબાઈલ ફોનમાં દીપડાનો વીડિયો પણ બનાવ્યો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં દીપડાની હાજરીની પુષ્ટિ થઈ હતી અને લોકોમાં ચિંતા વધી હતી. આ ઘટનાની જાણ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દીપડાની હાજરી અંગે તપાસ શરૂ કરી હતી. વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસ અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે સ્થાનિક નાગરિકોને સતર્ક રહેવા, રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા તેમજ પોતાના પશુધન અને ઢોરઢાંખરને સુરક્ષિત સ્થળે રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને અફવાઓથી દૂર રહેવા અને દીપડો દેખાય તો તાત્કાલિક વિભાગને જાણ કરવા અપીલ કરી છે. હાલ વન વિભાગ દ્વારા દીપડાની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે અને સમગ્ર વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પતિએ મહિલાને જાહેરમાં ત્રિપલ તલાક આપ્યા:યુવક બીજી પત્ની સાથે રહેતો, પીડિતાના પીયરે જઈ ઝઘડા બાદ મારપીટ કરી; પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
    Next Article
    बठिंडा में बीजेपी नेता डॉक्टर तरसेम गर्ग के क्लीनिक पर पेट्रोल बम से हमला, CM मान के दौरे से पहले बड़ी घटना

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment