Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિએ મહિલાને જાહેરમાં ત્રિપલ તલાક આપ્યા:યુવક બીજી પત્ની સાથે રહેતો, પીડિતાના પીયરે જઈ ઝઘડા બાદ મારપીટ કરી; પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

    10 hours ago

    વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતી એક મુસ્લિમ મહિલાને તેના પતિએ જાહેરમાં બોલાચાલી કરી ત્રણ વાર 'તલાક તલાક તલાક' (ત્રિપલ તલાક) કહી સંબંધ તોડી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે પીડિત મહિલાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નિકાહ બાદ તાંદલજામાં ભાડાના મકાનમાં રહેતા હતા ફરિયાદની વિગત અનુસાર, ફરિયાદી મહિલાના નિકાહ મુસ્લિમ સમાજના રીત-રિવાજ મુજબ અને ત્યારબાદ કોર્ટ મેરેજથી સુફીયાન યુસુફભાઈ મન્સુરી સાથે થયા હતા. બંનેના આ બીજા નિકાહ હતા. નિકાહ બાદ તેઓ તાંદલજા ખાતે ભાડાના મકાનમાં રહેતા હતા, જ્યાં દોઢેક વર્ષ સુધી તેઓ સાથે રહ્યા હતા. જો કે, આ સમય દરમિયાન સાસુના ત્રાસ અને દબાણના કારણે તેઓને ઘર છોડવાની ફરજ પડી હતી. મહિલા બ્યુટી પાર્લરમાં નોકરી કરી ગુજરાન ચલાવતી ત્યારબાદ તેઓ પાલેજ ખાતે રહેવા ગયા હતા, પરંતુ ત્યાં પણ પતિ સાથે નાની-નાની બાબતોમાં ઝઘડા થતા હોવાથી ફરિયાદી મહિલા છેલ્લા બે વર્ષથી પતિથી અલગ પોતાના પિતા અને ભાઈ સાથે વાડી મોટી મસ્જિદ પાસે રહેતી હતી અને બ્યુટી પાર્લરમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી. પતિએ મહિલા સાથે મારીપીટ કરી ઝઘડો કર્યો હતો ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેનો પતિ સુફીયાન યાકુતપુરા ખાતે મદાર એપાર્ટમેન્ટમાં રહેતો હતો અને તેને અગાઉથી જ બીજી પત્ની પણ છે. તાજેતરમાં સુફીયાન ફરિયાદીના પિતાના ઘરે આવ્યો હતો અને ત્યાં મારીપીટ તેમજ ઝઘડો કર્યો હતો, જેમાં મહિલાને ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. જાહેરમાં ત્રણ વખત 'તલાક તલાક તલાક' બોલી દીધા આ વિવાદ વચ્ચે જ્યારે મહિલા શાસ્ત્રી બાગ પાસે આવેલી 'ફિઝા એકેડમી' ખાતે પોતાની નોકરી પર હતી, ત્યારે તેનો પતિ સુફીયાન મન્સુરી ત્યાં ધસી આવ્યો હતો. તેણે મહિલા સાથે જાહેરમાં બોલાચાલી અને ઝઘડો શરૂ કર્યો હતો અને આવેશમાં આવીને જાહેરમાં જ ત્રણ વખત 'તલાક તલાક તલાક' (ત્રિપલ તલાક) બોલી દીધા હતા. આ ઘટના બાદ મહિલા બેભાન થઈ ગઈ હતી અને હોશમાં આવતા જાણવા મળ્યું હતું કે પતિ ત્યાંથી ભાગી ગયો હતો. મહિલાએ પુરાવા તરીકે વીડિયો પોલીસને સુપ્રત કર્યા આ સમગ્ર ઘટના સમયે ત્યાં હાજર અન્ય સાક્ષીઓ તેમજ મહિલાની બહેનપણીઓએ આ સમગ્ર કરતૂતનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. ફરિયાદી મહિલાએ આ વીડિયો પુરાવા તરીકે પેનડ્રાઈવમાં લઈને પોલીસને સુપ્રત કર્યા છે. પાણીગેટ પોલીસે આ મામલે મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ ધારા અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નરેશ કેલાએ જોર્જિયામાં ભારતીય રાજદૂત અમિત મિશ્રાને મળ્યા:સુરેન્દ્રનગરની પ્રખ્યાત ટાગલીયા આર્ટની હાથવણાટની શાલ અને પોતાનું પ્રથમ પુસ્તક અર્પણ કરી
    Next Article
    જામનગરના મોખાણા ગામની સીમમાં દીપડો દેખાયો:ગ્રામજનોમાં ચિંતા, વન વિભાગે શોધખોળ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment