Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરગામમાં લોકદરબાર યોજાયો:મોહરમ પર્વને લઈ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

    1 day ago

    ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે Dy.SP બી.એન. દવેના અધ્યક્ષસ્થાને લોકદરબાર તેમજ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉમરગામ, સરીગામ, ભીલાડ અને મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના જાગૃત નાગરિકો, સામાજિક કાર્યકર્તાઓ, ધાર્મિક અને રાજકીય આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તાજીયા પર્વના અયોજ અને રૂટ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આગામી દિવસોમાં આવનારા મોહરમ (તાજીયા) પર્વને ધ્યાનમાં રાખી તમામ આગેવાનોને શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાનો કોઈપણ પ્રશ્ન ઉભો થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી હતી. ડીવાયએસપી બી.એન. દવેએ સાયબર ક્રાઇમના વધતા બનાવોને ધ્યાનમાં રાખી લોકોને જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ સાયબર છેતરપિંડીનો ભોગ બને તો તાત્કાલિક ટોલ ફ્રી નંબર 1930 પર જાણ કરવી જોઈએ જેથી સમયસર કાર્યવાહી થઈ શકે. ટ્રાફિક અકસ્માતો ઘટાડવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દ્વિચક્રી વાહનચાલકોને ફરજિયાત હેલમેટ પહેરવા, કાર ચાલકોને સીટ બેલ્ટ બાંધવા, વાહન ગતિમર્યાદામાં ચલાવવા તેમજ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વાહન ચલાવવા ન આપવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત યુવાનોમાં વધી રહેલા ડ્રગ્સના દુષણને રોકવા માટે પણ પોલીસ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી હતી. બેઠક દરમિયાન ઉપસ્થિત નાગરિકોએ વિવિધ સૂચનો રજૂ કર્યા હતા, જેને ધ્યાને લઈ ઉમરગામ તાલુકાના ચારેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં શાંતિ સમિતિના સભ્યો, ઉમરગામ તાલુકાના અગ્રણીઓ અને ઉમરગામ પોલીસ સ્ટેશનના પી આઇ બી.આર. બેરા, સરીગામ પોલીસ સ્ટેશનના પી આઈ જી.આર. ગઢવી, ભીલાડ પોલીસ સ્ટેશનના પી આઈ તથા મરીન પોલીસ સ્ટેશનના પી આઈ એન.એસ. વસાવા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ઉદ્ધવના 7મા સાંસદ પણ શિંદે-જૂથમાં આવવા માંગતા હોવાનો દાવો:શિવસેના નેતાએ કહ્યું- મંત્રી પદ જોઈતું હતું એટલે વાત ન બની, નામ નહીં કહું પણ એ ઠાકરેની બાજુમાં બેસે છે
    Next Article
    'The Timeline Is Months': Five Eyes' Big Warning Over Next AI Breakthrough

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment