Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાસ સામાન્ય સભામાં મુદ્દો ન લેવાતા વિપક્ષનો સીઓને પત્ર:વ્યારામાં બ્યુટિફિકેશનમાં ભ્રષ્ટાચાર મુદ્દો સભાના એજન્ડામાંથી ગાયબ થયાની રાવ

    5 days ago

    વ્યારા નગરપાલિકામાં કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહેલા શહેરના બ્યુટિફિકેશનના કામોની ગુણવત્તા હવે વિવાદોના વમળમાં ફસાઈ છે. જનતાના વેરાની કમાણી અને સરકારી ગ્રાન્ટનો વેડફાટ થતો હોવાના ગંભીર આક્ષેપો સાથે આગામી 24 જૂનના રોજ મળનારી ખાસ સામાન્ય સભા પૂર્વે જ રાજકીય ગરમાવો આવી ગયો છે. વોર્ડ નંબર ૪ ના વિપક્ષી કોર્પોરેટરોએ ચીફ ઓફિસર (CO) ને પત્ર પાઠવીને સત્તાધારી પક્ષ ભ્રષ્ટાચારના મુદ્દે ચર્ચા કરવાથી ભાગી રહ્યો હોવાનો સીધો પ્રહાર કર્યો છે. બ્યુટિફિકેશનના કામોમાં થઈ રહેલી લોલમલોલ અંગે માત્ર વિપક્ષ જ નહીં, પરંતુ શાસક પક્ષના વોર્ડ નંબર ૭ ના કોર્પોરેટરે પણ સ્થળ મુલાકાત દરમિયાન કામ અત્યંત નિમ્ન કક્ષાનું હોવાનું જાહેરમાં સ્વીકાર્યું હતું. આ ભ્રષ્ટાચારના પુરાવા રૂપે કામના નમૂના, ફોટોગ્રાફ્સ અને વિડીયો પુરાવા તરીકે રજૂ કરવા છતાં તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાયા નથી. હવે ૨૪ જૂનની ખાસ સભાના એજન્ડામાંથી જ આ આખો મુદ્દો ગાયબ કરી દેવાતા સીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે. સીઓ સામે પણ આંગળી સામાન્ય રીતે ખાસ સામાન્ય સભા શહેરના વિકાસ અને મહત્વના મુદ્દાઓ માટે બોલાવાતી હોય છે. વ્યારાના બ્યુટિફિકેશનના કામો સામે ખુદ શાસક પક્ષના જ સભ્યે આંગળી ચીંધી હોવા છતાં, ચીફ ઓફિસર દ્વારા તેને એજન્ડામાં સ્થાન ન આપવું એ સાબિત કરે છે કે વહીવટી તંત્ર અને શાસકો કોઈ ચોક્કસ કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે. વિપક્ષની મુખ્ય 3 માંગણીઓ :
    Click here to Read More
    Previous Article
    France vs Iraq, FIFA World Cup 2026 Live Score: Mbappe scores 2nd goal after 2-hour-long delay
    Next Article
    અલંગે રચ્યો ઇતિહાસ:ભારત બન્યું વિશ્વનું નં.1 શિપ રીસાયકલિંગ રાષ્ટ્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment