Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં બાળમજૂરીમાંથી તરૂણ શ્રમયોગી મુક્ત કરાયો:'વરૂણ બેકર્સ' પર શ્રમ વિભાગના દરોડા, વેપારી સામે કાર્યવાહી

    1 day ago

    ગોધરાના સાંપ રોડ પર આવેલ 'વરૂણ બેકર્સ' નામની સંસ્થામાં શ્રમ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન એક તરૂણ શ્રમયોગીને બાળમજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારી સામે શ્રમ વિભાગે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, મુક્ત કરાયેલા તરૂણ શ્રમયોગીને દૈનિક માત્ર ₹૪૫૦ રોકડા ચૂકવવામાં આવતા હતા. સંસ્થા દ્વારા તેને કોઈ પણ પ્રકારનું હાજરી કાર્ડ કે પગાર ચીઠ્ઠી પણ આપવામાં આવતી ન હતી, જે શ્રમ કાયદાઓનો સરેઆમ ભંગ દર્શાવે છે. આ મામલે 'વરૂણ બેકર્સ' અને તેના માલિક મનોજકુમાર સાધુરામ લાલવાણી વિરુદ્ધ નામદાર લેબર કોર્ટ, ગોધરા ખાતે ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે. બાળ કામદાર અધિનિયમ, ૧૯૮૬ અને તેના નિયમોની કલમ ૧૪(૩) અન્વયે ગુનો સાબિત થવા પર સંસ્થા અને તેના માલિકને ઓછામાં ઓછી ૧ માસની કેદની સજા અથવા ઓછામાં ઓછો ₹૧૦,૦૦૦/- નો દંડ, અથવા આ બંને સજા એકસાથે થઈ શકે છે. શ્રમ વિભાગની આ કાર્યવાહીથી પંથકના અન્ય કાયદાભંગ કરનારા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના કપુરાઈમાં વારસાઈ જમીન કૌભાંડ:વારસદારોના નામ છુપાવી 97 લાખમાં જમીન વેચી મારી, કોર્ટના આદેશથી ત્રણ સામે ગુનો દાખલ
    Next Article
    રાજકોટમાં આપઘાતના ત્રણ બનાવ:પત્નીના વિયોગ અને માનસિક બીમારીથી કંટાળી બે વૃદ્ધ, અગમ્ય કારણોસર પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment