Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટરે ગીર સોમનાથમાં આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી:માતા-બાળ આરોગ્ય, રસીકરણ પર સઘન કામગીરીના નિર્દેશ; મચ્છરજન્ય રોગો રોકવા કડક સૂચના

    2 days ago

    ગીરસોમનાથ જિલ્લામાં નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સરળ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે હેતુસર કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકોમાં સંચારી રોગ સંકલન સમિતિ, માતા-બાળ મૃત્યુ સમીક્ષા, ગવર્નિંગ બોડી કમિટી અને ઈમ્યુનાઈઝેશન ટાસ્કફોર્સ સહિતના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેસ હોય ત્યાં તાત્કાલિક ફોગિંગ કરવા આદેશ કલેક્ટરે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના નિયંત્રણ માટે દરેક પોઝિટિવ કેસના વિસ્તારમાં તાત્કાલિક ફોગિંગ, હાઉસ-ટૂ-હાઉસ સર્વે, એન્ટી લાર્વલ કામગીરી અને સોર્સ રિડક્શન જેવા પગલાં વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા સૂચનાઓ આપી હતી. સાથે જ આરોગ્ય સેવાઓનો વ્યાપ વધે અને લોકો સુધી સમયસર સારવાર પહોંચે તે માટે વિભાગીય અધિકારીઓને સક્રિય કામગીરી કરવા ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓને પીવાના પાણીમાં ક્લોરિનેશન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત, નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ કોટપા કાયદાની કડક અમલવારી કરીને જાહેર સ્થળો અને સરકારી કચેરીઓમાં ધૂમ્રપાન કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવા પણ તાકીદ કરવામાં આવી હતી. 62 આરોગ્ય કેન્દ્રોને નેશનલ સ્ટાન્ડર્ડ હેઠળ આવરી લેવાશે ગવર્નિંગ બોડી કમિટીની બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અરૂણ રોયે જિલ્લાના વિવિધ તાલુકાઓના હેલ્થ ઈન્ડિકેટર્સ, નેશનલ હેલ્થ મિશનના બજેટ, ગ્રાન્ટ અને આરોગ્ય સેવાઓ પાછળ થયેલા ખર્ચ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ઈમ્યુનાઈઝેશન બેઠકમાં બાળકોના રસીકરણ, HPV, NID, TD અને DPT વેક્સિનના પ્રગતિ અહેવાલની સમીક્ષા કરવામાં આવી હતી. માતા-બાળ આરોગ્ય સંબંધિત બેઠકમાં જન્મદર, બાળમૃત્યુદર અને માતામરણના કારણો તથા તેના નિવારણ માટેના પગલાં અંગે ચર્ચા થઈ હતી. જ્યારે ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એશ્યોરન્સ કમિટીમાં વર્ષ 2026-27 દરમિયાન 62 આરોગ્ય કેન્દ્રોને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ હેઠળ આવરી લેવાની યોજના રજૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, નાયબ પોલીસ અધિક્ષક સી. પી. ખટાણા, સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. જિજ્ઞેશ પરમાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભગાડ ભૂવા ભગાડ, 120ની સ્પીડે કાર ચલાવી રીલ્સ બનાવતો:સુરતમાં ભાડાના મકાનમાં રહેતો પણ સીનસપાટા કરોડપતિના, એક પર દુષ્કર્મ ને અનેક યુવતીઓને ફસાવ્યાની શંકા
    Next Article
    JD Vance Says US May Unfreeze Some Iranian Assets, Hints At Successful Deal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment