Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખનઉમાં સુરતના તક્ષશીલા જેવી ઘટના, કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ:અનેક દાઝ્યા; બાળકો જીવ બચાવવા પહેલા માળેથી કૂદ્યા, એક લોખંડની ગ્રીલ પર પડ્યો

    एक दिन पहले

    યુપીની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં સોમવારે બપોરે એક ત્રણ માળની બિલ્ડિંગમાં આગ લાગી ગઈ. અહીં બીજા માળે ચાલી રહેલી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓ આગમાં ફસાઈ ગયા હતા. એક બાળકે પહેલા માળેથી કૂદીને જીવ બચાવ્યો, પરંતુ તે નીચે ગ્રીલ પર પડ્યો અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. લોકોએ એ યુવકને ઉઠાવીને રોડની બીજી બાજુ કર્યો હતો. ફાયર બ્રિગેડની આશરે 10 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ આગ ઓલવવાની કામગીરીમાં લાગેલું છે. ફાયર વિભાગના કર્મચારીઓએ બિલ્ડિંગની પાછળની દીવાલ તોડી નાખી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 10-12 લોકો અંદર ફસાયેલા છે. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક ઘટનાસ્થળે પહોંચ્યા છે. આશરે 14 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે. બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ અને પહેલા માળે પેટ શોપ (પ્રાણીઓની દુકાન) અને ક્લિનિક હતા. બીજા માળે 'લર્નિંગ સ્પેસ' નામની લાઇબ્રેરી (કોચિંગ) અને 'હેડ હોપર સ્ટુડિયો' હતો, જેમાં 3D આર્ટ પ્રોડક્શન અને ગેમ એસેટ આઉટસોર્સિંગનું કામ થતું હતું. આલમબાગથી આવેલા પ્રભજોત સિંહે જણાવ્યું કે, "મારો દીકરો એનિમેશન આર્ટિસ્ટ છે. તે અહીં જ કામ કરે છે. તેણે સવા બે વાગ્યે ફોન કરીને કહ્યું કે, 'પપ્પા બચાવી લો, અહીં આગ લાગી ગઈ છે.' હું દોડીને અહીં આવ્યો છું. હજી મારો દીકરો મળ્યો નથી." 6 તસવીરોમાં જુઓ દુર્ઘટના… ઘટના સંબંધિત પળેપળની અપડેટ્સ જાણવા માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ભારતમાં તખ્તાપલટનું PFIનું ષડયંત્ર:સ્લીપર સેલે કહ્યું- મેસેજિંગ એપથી બ્રેઈનવોશ, ટાર્ગેટ કિલિંગનું ટાસ્ક; પાકિસ્તાની હેન્ડલર્સે કહ્યું- જિહાદી બનો, શહાદત મળશે
    Next Article
    રિક્ષાના ભાડામાં વધારો:5ના વધારા સાથે મિનિમમ ભાડું 25 રૂપિયા પહોંચ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment