Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહારાણી કન્યા વિદ્યાલયના ગેટ બહાર કારમાં આગ ફાટી નીકળી,:જોતજોતામાં પાર્ક કરેલી કારના આગળના ભાગે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, લોકોમાં દોડધામ મચી ગઈ, શોર્ટ સર્કિટ ની શક્યતા

    11 hours ago

    વડોદરામાં મહારાણી કન્યા વિદ્યાલયના મુખ્ય ગેટ બહાર પાર્ક કરેલી એક કારમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. જેને પગલે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે કારમાં કોઈ બેઠેલુ ન હોવાથી જાનહાનિ થતા ટળી ગઈ હતી. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી મહારાણી કન્યા વિદ્યાલયના પાછળના ભાગે દાંડિયા બજાર ત્રણ રસ્તા નજીક ગેટ બહાર પાર્ક કરેલી કારમાંથી એકાએક ધુમાડા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં કારના આગળના ભાગે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગણતરીની મિનિટોમાં આખું બોનેટ આગની લપેટમાં આવી ગયું હતું. ઘટનાને પગલે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવ સમયે કારમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ થતા ટળી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડના જવાનો ગણતરીની મિનિટોમાં સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કારના એન્જિનમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કૃષિ યુનિવર્સિટીના પરીતળાવમાં દીપડાનું બચ્ચુ ઘૂસ્યું:બોટાનીકલ ગાર્ડનમાં વન વિભાગ અને સક્કરબાગની ટીમે રેસ્ક્યુ કર્યું, લોકોમાં ભયનો માહોલ
    Next Article
    24 થી 48 કલાકમાં આવી જતો રિપોર્ટ 6 દિવસથી પેન્ડિંગ:અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, 4 સિંહ પાંજરે પુરાયા; જાણો શું સજા મળે છે માનવભક્ષી સિંહોને

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment