Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24 થી 48 કલાકમાં આવી જતો રિપોર્ટ 6 દિવસથી પેન્ડિંગ:અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, 4 સિંહ પાંજરે પુરાયા; જાણો શું સજા મળે છે માનવભક્ષી સિંહોને

    13 hours ago

    અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક 16મી તારીખની રાત્રે સિંહના હુમલામાં પ્રકાશ ચંદ્ર નામના વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા ચાર શંકાસ્પદ સિંહનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચાર સિંહે ભેગા મળીને યુવકનો શિકાર કર્યો હોવાની આશંકા વન વિભાગને આશંકા છે કે, આ ચાર સિંહે જ પ્રકાશ ચંદ્રનો શિકાર કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, આ સિંહોને તાત્કાલિક બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. વાંચો સંપૂર્ણ અહેવાલ… ચારેય સિંહના સેમ્પલ સાસણ મોકલાયા માનવભક્ષી સિંહની ઓળખ કરવા માટે ચારેય સિંહના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સાસણ ખાતે મોકલવામાં આવ્યા છે. સામાન્ય રીતે આવા રિપોર્ટ 24 થી 48 કલાકમાં આવી જતા હોય છે, પરંતુ આ કિસ્સામાં છ દિવસ વીતી ગયા હોવા છતાં રિપોર્ટ હજુ સુધી જાહેર થયો નથી. રિપોર્ટ બાદ જ માનવભક્ષી સિંહ કોણ છે તે નક્કી થશે વન વિભાગના જણાવ્યા અનુસાર, રિપોર્ટ આવ્યા બાદ જ માનવભક્ષી સિંહ કોણ છે તે નક્કી થશે અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. માનવભક્ષી સિંહને સક્કરબાગ ઝૂ ખાતે રાખવામાં આવે છે. જાણો શું સજા મળે છે માનવભક્ષી સિંહોને જો કોઈ સિંહ માણસ પર હુમલો કરીને તેનું મોત નીપજાવે અને તેનું માંસ આરોગે, તો તેને સક્કરબાગ ઝૂમાં રાખવામાં આવે છે. મોટાભાગે તેમને પાંચ વર્ષથી વધુ સમય માટે રાખવામાં આવે છે. ફરજ પરના ડોકટરો તેમના વર્તનનું નિરીક્ષણ કરે છે. જો સિંહનું વર્તન સુધરે અને શાંત સ્વભાવનો બને, તો તેને અમુક વર્ષો પછી માનવ વસાહતથી દૂર અથવા એનિમલ પાર્ક જેવા વિસ્તારમાં ખસેડવામાં આવે છે. જોકે, કેટલાક વન્યપ્રાણીઓનું વર્તન સુધરતું નથી, તો તેમને આજીવન ઝૂમાં જ રાખવામાં આવે છે. આ રીતે, માનવભક્ષી સિંહો માટે અલગ અલગ સજા નક્કી કરવામાં આવે છે. ----- કોવાયા ગામ નજીક સિંહે યુવકનો શિકાર કર્યો આ ઘટના સંબંધિત આ સમાચાર પણ વાંચો… સિંહોએ શિકાર કરેલા યુવકના અંતિમ CCTV અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહના હુમલામાં મૃત્યુ પામેલા યુવક પ્રકાશચંદ્રના ઘટના પહેલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં પ્રકાશચંદ્રને ખાનગી કંપનીની કોલોનીમાંથી રાત્રે લગભગ 1 વાગ્યે વતન ઉત્તરાખંડ જવા નીકળતા જોઈ શકાય છે. ફરજ પરના સિક્યુરિટી ગાર્ડે તેને રાત્રે એકલા ન જવા વિનંતી કરી હતી, પરંતુ તે માન્યો ન હતો. મૃતક પ્રકાશચંદ્રના અલગ-અલગ CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં કોલોની વિસ્તારના CCTVમાં તે રસ્તામાં લઘુશંકા કરતો પણ દેખાઈ રહ્યો છે. ત્યાર બાદ તે રોડ પરની પાનની દુકાન પર પહોંચી કેટલાક સ્થાનિક લોકો સાથે વાત કરતા જોવા મળ્યો હતો. જુઓ CCTV અંદાજે અડધા કિલોમીટર દૂર પહોંચ્યા બાદ સિંહોએ હુમલો કર્યો ઘટનાસ્થળેથી તેની બેગ સલામત હાલતમાં મળી આવી હતી. અંદાજે અડધા કિલોમીટર દૂર પહોંચ્યા બાદ સિંહોએ તેના પર હુમલો કર્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. 16/6/26ના રોજ મૃતક યુવકનું માથું મળી આવ્યું હતું, જ્યારે 19 જૂન ઘટનાના ચોથા દિવસે તેનો એક પગ મળી આવ્યો હતો. આ પગ એક શ્વાન દ્વારા ખાનગી કંપનીના પરિસરમાં લઈ જવામાં આવ્યો હતો, જે ઘટના CCTVમાં કેદ થઈ હતી. જુઓ CCTV VIDEO શું છે સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર તરીકે થઈ હતી, જે મૂળ ઉત્તરાખંડના પિથૌરાગઢનો વતની હતો અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો તેમજ ગામની બહાર એક રેસ્ટોરન્ટમાં રહેતો હતો. મોડી રાત્રે પ્રકાશ ચંદ્ર પોતાના વતન જવા માટે હોટલેથી નીકળ્યો હતો, તે દરમિયાન કોવાયા ગામ નજીક અંધારામાં ટાંપ લગાવીને બેઠેલા સિંહે તેના પર ઓચિંતો અને જીવલેણ હુમલો કર્યો હતો. સિંહે યુવકનું માથું ધડથી અલગ કરી, આખું શરીર ફાડી ખાધું સિંહ યુવકને ઢસડીને ઝાડીઓમાં લઈ ગયો હતો, જ્યાં તેણે યુવકનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને આખું શરીર ફાડી ખાધું હતું. સવારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં માત્ર ખોપરી અને હાડકાના અવશેષો જોઈને લોકોના કાળજા કંપાવા લાગ્યા હતા. સંપૂર્ણ અહેવાલ વાંચો… અમરેલીમાં યુવકના શિકાર બાદ મિજબાની માણતો સિંહ કેમેરામાં કેદ અગાઉ આ ઘટનાના બે અલગ અલગ વીડિયો સામે આવ્યાં હતા. એક વીડિયોમાં યુવકના શિકાર બાદ સિંહ મિજબાની માણી રહ્યો હોવાનું જોવા મળે છે જોકે, સિંહે પશુનો નહીં પણ માણસનો શિકાર કર્યો તે વીડિયો ઉતારનારને પણ ખબર ન હતી. બીજા એક વીડિયોમાં ટ્રકચાલક વાહનની હેડલાઈટો ચાલુ રાખીને આ દૃશ્ય લાઈવ જોતો હોવાનું જોવા મળ્યું છે. ટ્રકચાલક વાહનની હેડલાઈટો ચાલુ રાખી સતત કલાક સુધી આ દૃશ્ય જોતો રહ્યો એક વીડિયોમાં જોવા મળે છે કે, જ્યારે સિંહ યુવકનો શિકાર કરી રહ્યો હતો, ત્યારે ત્યાંથી પસાર થતો એક ટ્રકચાલક વાહનની હેડલાઈટો ચાલુ રાખીને સતત એક કલાક સુધી આ દૃશ્ય લાઈવ જોતો રહ્યો હતો. સિંહ જ્યારે શિકાર કરીને ત્યાંથી દૂર જાય છે ત્યારે જ ટ્રકચાલક પણ ત્યાંથી નીકળે છે. હાલ વન વિભાગ અને પોલીસે આ સીસીટીવી ફૂટેજ કબજે કરીને મામલે ગુપ્ત રાહે અલગ-અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ… ક્રોસ ચેકિંગમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો વન વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલા ક્રોસ ચેકિંગમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ વિસ્તારના સિંહોએ એક દિવસ પહેલા જ મારણ કર્યું હતું, એટલે કે તેઓ ભૂખ્યા નહોતા. વળી, આ વિસ્તારમાં સિંહો અવારનવાર વાહનો અને લોકોની સાવ નજીકથી મુક્તપણે પસાર થતા હોય છે, પરંતુ ક્યારેય માણસો પર અચાનક હુમલો કરવાની કે પાછળ દોડવાની ઘટનાઓ ખૂબ જ ઓછી સામે આવી છે. આવી સ્થિતિમાં સિંહે અચાનક આ યુવક પર કેમ હુમલો કર્યો તે વન વિભાગને હજુ સમજાતું નથી. આ મૃતક યુવક ઘટના પહેલા રાત્રે 12 વાગ્યાની આસપાસ પણ આ જ વિસ્તારમાં જોવા મળ્યો હતો, જેથી વન વિભાગ આ તમામ કડીઓને જોડીને ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મહારાણી કન્યા વિદ્યાલયના ગેટ બહાર કારમાં આગ ફાટી નીકળી,:જોતજોતામાં પાર્ક કરેલી કારના આગળના ભાગે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, લોકોમાં દોડધામ મચી ગઈ, શોર્ટ સર્કિટ ની શક્યતા
    Next Article
    Monsoon 2026 LIVE | આખરે ચોમાસુ આગળ વધ્યું, ગુજરાતથી કેટલું દૂર? | Gujarat Weather | Rain Update

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment