Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દીકરીઓને સિંગર ન બનાવો, અહીં ભોગ જ બનવું પડે છે':સિંગર રિદ્ધિ રાજપરાના લવમેરેજ વિવાદમાં પાટીદાર સિંગર્સની એન્ટ્રી, કહ્યું-આગળ વધવા બીજી ઘણી સારી લાઈનો છે

    1 day ago

    પાટીદાર સમાજની દીકરી આરતી સાંગાણીનો લવમેરેજનો વિવાદ હજી તો માંડ શાંત પડ્યો હતો ત્યાં જ સુરત પાટીદાર સમાજમાંથી વધુ એક સિંગરે લવમેરેજ કરી લેતા વિવાદ સર્જાયો છે. સુરતની પાટીદાર સમાજની ઉભરતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે ભાગીને લગ્ન કરી લેતા સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાને પગલે પાટીદાર અગ્રણીઓ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને રિદ્ધિ રાજપરાનો સ્ટેજ પર 'નો એન્ટ્રી' સાથે બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ વિવાદ વચ્ચે સુરતના અગ્રણી પાટીદાર લોકગાયકો પણ મેદાને આવ્યા છે અને તેમણે વાલીઓને ચોંકાવનારી અપીલ કરતા કહ્યું છે કે, પાટીદાર સમાજમાં દીકરીઓને સિંગર ન બનાવવી જોઈએ, અહીં દીકરીઓએ માત્ર ભોગ જ બનવું પડે છે. લોકગાયક અશોક માણિયાનો આક્રોશ: 'દીકરીઓને આ લાઈનમાં ન મૂકો, અહીં માત્ર ભોગ જ બને છે' રિદ્ધિ રાજપરાના આંતરજ્ઞાતિય લગ્નના મુદ્દાને લઈને જાણીતા લોકગાયક અશોક માણિયાએ પોતાનો ભારે રોષ અને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કલા ક્ષેત્રે આવતી દીકરીઓના ભવિષ્ય અને સમાજની જવાબદારી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અશોક માણિયાએ જણાવ્યું હતું કે, આ જે મુદ્દો ચાલી રહ્યો છે તે પાટીદારની દીકરીનો છે, જેના કારણે કલા જગત અને સમાજ તરીકે અમને પણ તેના છાંટા ઉડે છે. અમારે તેના પ્રેમ લગ્ન કે અંગત જીવન સાથે કોઈ લેવા-દેવા નથી. પરંતુ, આ ઘટના દરેક સમાજ માટે એક મોટી આંખ ઉઘાડનારી અને નોંધ લેવા જેવી છે. કોઈપણ સમાજમાં જ્યારે આવી ઘટના બને, ત્યારે દરેક સમાજે એક થઈને તેનો વિરોધ કરવો જોઈએ અને વાંધો ઉપાડવો જોઈએ, જેથી ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ થઈ જાય. માતા-પિતાને ખાસ અપીલ: આગળ વધવા માટે બીજી ઘણી સારી લાઈનો છે દીકરીઓના ભવિષ્ય અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા અશોક માણિયાએ કલાકાર અને પાટીદાર દીકરીના માતા-પિતાને ખાસ વિનંતી કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, "હું દીકરીના માતા-પિતાને ખાસ કહેવા માંગુ છું કે પોતાની દીકરીઓને આ લાઈન ઉપર ન મૂકો. પ્રોત્સાહન મેળવવા અને આગળ વધવા માટે બીજી ઘણી સારી લાઈનો અને ક્ષેત્રો ઉપલબ્ધ છે. આ લાઈનમાં તો અંતે દીકરીઓએ માત્રને માત્ર ભોગ જ બનવું પડે છે. લોકગાયક લાલુ માલવિયાનું ચર્ચાસ્પદ નિવેદન: 'પાટીદાર સમાજમાં દીકરીઓને સિંગર ન બનાવવી જોઈએ' પાટીદાર સમાજના કલાકારો અને દીકરીઓની વર્તમાન સ્થિતિને લઈને લોકગાયક લાલુ માલવિયાએ પણ એક ખૂબ જ મહત્વનું અને ચર્ચાસ્પદ નિવેદન આપીને સમાજના વાલીઓને જાગૃત થવા અપીલ કરી છે. તાજેતરમાં પાટીદાર સમાજની ગાયિકા દ્વારા કરવામાં આવેલા પ્રેમ લગ્નના મુદ્દા પર તીખી પ્રતિક્રિયા આપતા તેમણે સમાજના વડીલોને ગંભીરતા સમજવા વિનંતી કરી છે. સમાજ અને અન્ય પ્રામાણિક કલાકારો પર પડે છે માઠી અસર લાલુ માલવિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પાટીદાર સમાજમાં આ પ્રકારનો આ કોઈ પહેલો બનાવ નથી, આની પહેલા પણ આવા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. જ્યારે પણ સિંગિંગ લાઇન સાથે જોડાયેલી દીકરીઓ દ્વારા આવા આઘાતજનક નિર્ણયો લેવામાં આવે છે, ત્યારે તેની સીધી અને નકારાત્મક અસર સમગ્ર પાટીદાર સમાજ પર પડે છે. આટલું જ નહીં, સમાજના અન્ય કલાકારો જેઓ આ ક્ષેત્રમાં રાત-દિવસ પ્રામાણિકતાથી મહેનત કરી રહ્યા છે, તેમની પ્રતિષ્ઠા અને કારકિર્દી પર પણ આના કારણે ભારે માઠી અસર થાય છે. 'સમાજના દીકરા તરીકે નમ્ર અપીલ છે, દીકરીઓને કલાકાર ન બનાવો' ગાયન ક્ષેત્રની ગંભીર વાસ્તવિકતા વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, તેઓ માત્ર એક કલાકાર તરીકે જ નહીં પરંતુ પાટીદાર સમાજના એક જવાબદાર દીકરા તરીકે સમાજ સામે પોતાની વાત મૂકી રહ્યા છે. ભલે આપણી જ્ઞાતિનો ઇતિહાસ ગાંધર્વ ઇન્દ્રલોક સાથે જોડાયેલો હોય, પરંતુ વર્તમાન પરિસ્થિતિ અને દૂષણોને જોતા સમાજ હિતમાં કડક નિર્ણય લેવો અનિવાર્ય બન્યો છે. લાલુ માલવિયાએ પાટીદાર સમાજના તમામ વાલીઓ અને વડીલોને આગ્રહભરી વિનંતી કરતા કહ્યું કે, સમાજમાં દીકરીઓને ગાયક કલાકાર ન બનાવવી જોઈએ. એક સિંગર અને સમાજના દીકરા તરીકે હું લોકોને નમ્ર અપીલ કરું છું કે દીકરીઓને આ સિંગિંગ લાઇનમાં આગળ વધારવાથી બચવું જોઈએ, જેથી સમાજની વ્યવસ્થા અને અન્ય કલાકારોની છબી જળવાઈ રહે. આ સમાચાર પણ વાંચો... 'ભગવાન આવા સમાજમાં ક્યારેય દીકરી ના આપે', પાટીદાર સિંગરે રડતાં રડતાં વેદના ઠાલવી સુરતની પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો મામલો હવે સોશિયલ મીડિયા અને સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આ વિવાદમાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે આરતીએ તેના પિતાની અપીલને ફગાવીને સમાજની વ્યવસ્થા પર આકરા સવાલો ઉઠાવ્યા. સવારે આરતીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને બપોર બાદ રડતા રડતા વેદના ઠાલવી હતી. આ સાથે સવાલ ઉઠાવ્યો હતો કે, દીકરી મરી-મરીને જીવે એ પોસાય છે, હું આજે કોઈ પ્રેશરમાં આવીને કદાચ આપઘાત કરી લઉં તો શું આ સમાજ જવાબદારી લેશે? તો બીજી તરફ આરતીના આ પ્રકારના એક બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર આવતા સમાજના આગેવાન વિજય માંગુકીયાએ નારાજગી વ્યકત કરી હતી. સાથે કહ્યું હતું કે, છોકરાની ઉંમર 21 વર્ષથી ઓછી હોવાથી લગ્ન શક્ય નથી. જ્યારે મૈત્રી કરારમાં રહેતા હોય ત્યારે મંગળસૂત્ર અને સેથો પૂરી વીડિયો બનાવી સમાજ પર આગળી ચીંધવી યોગ્ય નથી. સંપૂર્ણ સમાચાર વાંચો... કિંજલથી લઈને આરતી સાંગાણી, જીવનસાથી માટે યુવતીઓ સમાજ સામે પડી વિકાસના પર્યાય બનેલા ગુજરાતમાં લોકગાયિકા કિંજલ દવેએ અન્ય સમાજના યુવક સાથે કરેલી સગાઈ, ભાવનગરની પ્રિયા મોરડિયા અને સુરતની આરતી સાંગાણીએ કરેલા લવમેરેજ હાલ રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યાં છે. આંતરજ્ઞાતિય લગ્નને લઈ સમાજમાં રીતસરના બે ફાંટા પડી ગયા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પાટીદાર સહિતના સમાજ દ્વારા છેલ્લા કેટલાય સમયથી પ્રેમલગ્નના કિસ્સામાં માતાપિતાની સહમતી લેવાની માગ ફરી એકવાર પ્રબળ બની છે. સમાજમાં શા માટે લવમેરેજનો વિરોધ થઈ રહ્યો છે અને એનો ઉકેલ શું હોઈ શકે? આ બાબતે દિવ્ય ભાસ્કરે ગુજરાતના જાણીતા સોશિયોલોજિસ્ટ વિદ્યુત જોશી અને ગૌરાંગ જાની સાથે વાતચીત કરી હતી. સૌપ્રથમ ગુજરાતમાં જે ત્રણ મામલા ચર્ચામાં છે એની એક બાદ એક વાત કરીએ. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    આજે ભારે વરસાદનું એલર્ટ, 5 દિવસ દરિયો તોફાની બનશે:29 તાલુકામાં મેધમહેર, સૌથી વધુ ઉમરપાડામાં 1.77 ઈંચ વરસાદ; સુરત-વલસાડમાં પાણી ભરાતા વાહનો બંધ
    Next Article
    ઇમ્પેક્ટ ફીચર:પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં મગજના દુર્લભ ડિસઓર્ડરની સફળતાપૂર્વક સારવારથી 10 વર્ષની બાળકીને જીવનનો નવો મોકો મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment