Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવગાણાની બી.બી. શાહ હાઈસ્કૂલમાં વિશ્વ યોગ દિવસ:વિદ્યાર્થીઓ અને સ્ટાફે સ્વસ્થ જીવનનો સંકલ્પ લીધો

    1 day ago

    21 જૂન, વિશ્વ યોગ દિવસ નિમિત્તે સિહોર તાલુકાના દેવગાણા ગામે આવેલી બી.બી. શાહ હાઈસ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 7 વાગ્યે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં સૂર્યનમસ્કાર, પદ્માસન, વૃક્ષાસન, શવાસન અને વિવિધ પ્રાણાયામનો સમાવેશ થતો હતો. યોગના માધ્યમથી તંદુરસ્ત શરીર, શાંત મન અને સંતુલિત જીવનશૈલીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે યોગના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જણાવ્યું હતું કે,“યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. તે મન અને શરીર, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા, મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂર્તિમંત કરે છે.” શાળાના તમામ વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો તેમજ સમગ્ર સ્ટાફે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નિયમિત યોગ અપનાવી સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવમુક્ત જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    3000 થી વધુ વિદ્યાર્થીઓએ યોગ દિવસ ઉજવ્યો:સ્વામિનારાયણ ગુરુકુલ સરદારનગર કેમ્પસમાં ઉજવણી
    Next Article
    પાટણમાં 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો:એક્ટિવ ગ્રૂપ દ્વારા રમત ગમત સંકુલ ખાતે આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment