Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી:લિંબાયત ગરનાળામાં પાણી ભરાતા વાહનો બંધ; ઉધના વોટર વર્કસ પાસે ટ્રાફિક; પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

    1 day ago

    સુરત શહેર અને તેના આસપાસના પંથકમાં આજે (22 જૂન) વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી સુરતીઓ કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યા હતા. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા, ત્યારે આજે સવારે અચાનક જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. સૂર્યદેવના દર્શન થાય તે પહેલાં જ અનેક વિસ્તારોમાં ગાજવીજ તથા તેજ પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયા હતા. જોતજોતામાં હળવા ઝાપટાંએ ધોધમાર વરસાદનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અણધાર્યા વરસાદના આગમનથી શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લિંબાયત ગરનાળામાં પાણી ભરાતા બેટમાં ફેરવાયું, પ્રિ-મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર સુરતમાં વરસેલા વરસાદને પગલે સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ છતી થઈ ગઈ છે. લિંબાયત ગરનાળામાં ભારે વરસાદી પાણી ભરાઈ જતાં દર વર્ષની જેમ આ વખતે પણ સ્થિતિ 'જેસે થી વેસે' જોવા મળી રહી છે. પાલિકા દ્વારા દર વર્ષે પ્રિમોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો આંધણ કરવામાં આવે છે, તેમ છતાં સામાન્ય વરસાદમાં જ ગરનાળું બેટમાં ફેરવાઈ જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં લોકો જીવના જોખમે આ ભરાયેલા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, જે તંત્રની બેદરકારી દર્શાવે છે. ઉધના વોટર વર્કસ પાસે એક તરફના રસ્તે ભારે પાણી, ટ્રાફિકજામ સુરતમાં પડેલા પહેલા જ વરસાદે મહાનગરપાલિકાની પોલ છતી કરી દીધી છે. ઉધના વોટર વર્કસ પાસે એક તરફના રસ્તા પર ભારે પાણી ભરાઈ ગયા છે. આ ભરાયેલા પાણીના કારણે વાહનચાલકો અટવાયા છે અને સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાલિકાની કરોડો રૂપિયાની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પાણી-પાણી થઈ જતાં સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉધનાથી લઈ વરાછા સુધીના અનેક વિસ્તારોમાં મેઘમહેર હવામાન વિભાગની આગાહીના પગલે શહેરમાં સર્જાયેલા આ વરસાદી માહોલને કારણે સુરતના લગભગ તમામ મોટા વિસ્તારોમાં જળવર્ષા થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરમાં ઉધના, પાંડેસરા, અઠવાગેટ, અને ભટાર જેવા દક્ષિણ અને મધ્ય ઝોનના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપી નદીની પાર આવેલા જહાંગીરપુરા, અડાજણ અને રાંદેરમાં પણ મેઘરાજાએ પોતાની બેટિંગ શરૂ કરી દીધી હતી. બીજી તરફ ડુમસ, નાનપુરા, હીરા ઉદ્યોગનું હબ ગણાતા વરાછા, કતારગામ અને છેવાડાના સચિન સહિતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે. આ તમામ વિસ્તારોમાં વરસાદ આવતાની સાથે જ વાતાવરણમાં એકદમ ઠંડક જેવો માહોલ છવાઈ ગયો હતો. સવારના સમયે જ વરસાદ ખાબકતા જનજીવન અને વાહનવ્યવહાર પ્રભાવિત વરસાદે ગરમીથી રાહત તો આપી છે, પરંતુ સવારના પીક-અવર્સમાં જ તેનું આગમન થતાં લોકોની દિનચર્યા પર માઠી અસર પહોંચી છે. આ અણધાર્યા અને ધોધમાર વરસાદને કારણે સુરતના અનેક નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી. સવારનો સમય હોવાથી નોકરી-ધંધે જતા લોકો, ફેક્ટરી અને ડાયમંડ યુનિટમાં જતા રત્નકલાકારો તેમજ શાળા-કૉલેજ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. ટુ-વ્હીલર ચાલકોને વરસાદથી બચવા માટે બ્રિજ નીચે કે દુકાનોના શેડનો આશરો લેવાની ફરજ પડી હતી. હવામાન વિભાગની સચોટ આગાહીથી ગરમીથી મોટી રાહત નોંધનીય છે કે, રાજ્યના હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત પંથકમાં વરસાદી માહોલ સર્જાવાની આગાહી કરવામાં આવી હતી, જે સંપૂર્ણપણે સાચી ઠરી છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરતનું તાપમાન ખૂબ ઊંચું જઈ રહ્યું હતું અને ભેજવાળા વાતાવરણના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા. આ અસહ્ય બફારા વચ્ચે પડેલા આ વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. હાલમાં પણ આકાશમાં વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને જોતા આગામી સમયમાં હજુ પણ વધુ વરસાદ ખાબકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે.
    Click here to Read More
    Previous Article
    The strangest pets in history
    Next Article
    બોટાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:કલેક્ટર હર્ષદ વોરા સહિત અધિકારીઓ અને લોકો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment