Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનામાં ટ્રકની ટક્કરે બાઈકસવારનું મોત:ટ્રકચાલક ફરાર, પરિવારમાં શોક; પોલીસે તપાસ શરૂ કરી

    1 day ago

    ઉના-ગીરગઢડા રોડ પર રાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા ટ્રકે બાઈકને પાછળથી ટક્કર મારતા ઉનાના 47 વર્ષીય મોહનભાઈ ભગવાનભાઈ સોલંકીનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉના શહેરમાં રહેતા મોહનભાઈ સોલંકી તેમના મિત્ર દુર્ગેશ રાણા સાથે ગીરગઢડાથી ઉના તરફ બાઈક પર આવી રહ્યા હતા. તેઓ શહેરથી આશરે 2 કિલોમીટર દૂર હતા ત્યારે GJ-14-Z-8152 નંબરના ટ્રક ચાલકે પાછળથી તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે બંને મિત્રો ફંગોળાઈ ગયા હતા, પરંતુ મોહનભાઈ ટ્રકના ટાયર નીચે ઢસડાયા હતા. તેમને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મોહનભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમના પરિવારજનો અને કોળી સમાજના આગેવાનો તેમજ સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત સર્જાયો તે સ્થળ પર આજુ બાજુ ના CCTV મેળવી ને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટ્રક કબજે કરી ફરાર ચાલકને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ધંધુકા-અમદાવાદ માર્ગ પર બે કાર વચ્ચે અકસ્માત:નર્મદા કેનાલ નજીક બ્રેઝા-અર્ટિગા અથડાતાં ત્રણ ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ
    Next Article
    સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં ભારે વરસાદ:ગુજરાતમાં અસહ્ય અકળામણ, પારો ગગડવાને બદલે ઊછળ્યો; 23 જૂન આસપાસ ચોમાસું આગળ વધશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment