Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી:આયુર્વેદ અધિકારીએ યોગના ફાયદા સમજાવી વિવિધ આસનો કરાવ્યા

    8 hours ago

    સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિર સંકુલમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ. આયુષ્યમાન મંદિરના આયુર્વેદ અધિકારી ડો. ગૌરાંગભાઈ વ્યાસે ઉપસ્થિત સૌને વિશ્વ યોગ દિવસનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે યોગાભ્યાસ શા માટે જરૂરી અને ફાયદાકારક છે તેની વિસ્તૃત જાણકારી આપી. ડો. વ્યાસે અષ્ટાંગયોગ – યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનો પરિચય પણ કરાવ્યો. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ યોગાસનોનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. જેમાં ગરદન, ખભા, કમર અને ઘૂંટણની સૂક્ષ્મ ક્રિયાઓ, તાડાસન, અર્ધ ચક્રાસન, વજ્રાસન, અર્ધ ઉષ્ટ્રાસન, મકરાસન અને શવાસનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નાડી શોધન પ્રાણાયામ, શીતલી પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ અને ધ્યાનની પણ પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. આ ઉજવણીમાં ગામના યોગ રસિકો જેવા કે નીતિનભાઈ વ્યાસ, નવીનભાઈ દરજી, ભરતભાઈ વ્યાસ, આશા વર્કર પદ્માબેન વ્યાસ, વિરીબેન રાવલ, યોગ ટ્રેનર મંજુલાબેન અને આનંદભાઈ સહિત અન્ય બહેનો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ખેડૂત સાથે ઓનલાઈન છેતરપિંડી:ખેરાલુના ચાડા ગામે ખેડૂતના મોબાઈલનો એક્સેસ મેળવી ક્રોપ લોનના 2.30 લાખ સાયબર ગઠિયાઓ ઉપાડી ગયા
    Next Article
    CJP के Protest में आई NEET Student ने Dharmendra Pradhan के लिए क्या कहा? Delhi Jantar Mantar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment